બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / desi jugaad indian man made a water powered jet ski

ગજબ ટેલેન્ટ / ભારતીય શખ્સે જૂની બાઈકમાંથી બનાવી નાખી પાણીમાં ચાલતી જેટ સ્કી, VIDEO જોઈને વિશ્વાસ નહીં આવે

Premal

Last Updated: 06:16 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર તમે દેશી જુગાડના ઘણા બધા વીડિયો જોયા હશે. ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે. અમુક વખત તો કોઈ શખ્સ એવો જુગાડ લગાવી દે છે, જેમાં જુગાડ લગાવનારા શખ્સના તમે વખાણ કર્યા વગર રહી શકશો નહીં.

  • એક યુવકે જૂની બાઈકમાંથી પાણીમાં ચાલનારી જેટ સ્કી બનાવી
  • યુવકનુ ટેલેન્ટ જોઇને તમારી આંખો પણ પહોળી થઇ જશે
  • બાઈકમાંથી બનાવેલી જેટ સ્કી પાણીમાં ફટાફટ દોડવા લાગે છે

અશક્ય કામને શક્ય કર્યુ

અત્યારે સોશિયલ મીડિયામાં દેશી જુગાડનો એક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. એક યુવકે દેશી જુગાડ લગાવી જૂની બાઈકમાંથી પાણીમાં ચાલનારી જેટ સ્કી બનાવીને આખી દુનિયાને અચંબામાં નાખી દીધા છે. આ યુવકનુ ટેલેન્ટ જોઇને તમારી આંખો પણ પહોળી થઇ જશે. આ યુવકે તેના મગજનો સદુપયોગ કરી અશક્ય કામને પણ શક્ય બનાવી દીધુ છે અને અશક્ય વાતને શક્ય બનાવી દીધી છે. 

IPS અધિકારીએ શેર કર્યો વીડિયો 

આ શખ્સના જુગાડે જે કામ કર્યુ, તેની દુનિયા કલ્પના પણ કરી શકે એમ નથી. આ શાનદાર જુગાડના વીડિયોને IPS અધિકારી દીપાંશુ કાબરાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. IPS અધિકારીએ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું, Jetski ખરીદવામાં લાખો વપરાતા હતા. તો જૂની બાઈકમાંથી જ Jugaad Jet ski બનાવી દીધુ. નિ: સંદેહ 21મી સદી ભારતીય ઈનોવેટર્સની છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક યુવકે તેનો શોખ પૂર્ણ કરવા માટે સૌથી પહેલા કબાડમાં પડેલી બાઈકને લીધી. ત્યારબાદ તેના ટેલેન્ટનો ઉપયોગ કરી જેટ સ્કીમાં બદલી નાખી. તમે જોઇ શકો છો કે સ્ટાર્ટ કરતા જ આ બાઈક બિલ્કુલ અસલી જેટ સ્કીની જેમ પાણીમાં દોડવા લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ