બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Demolition work started in Chhapariya

એક્શન / હિંમતનગરમાં દબાણ પર ફરી વળ્યું બુલડોઝર, લોકો જાતે જ પાડવા લાગ્યા ઘર, રામનવમીએ અહીં જ થયો હતો ઉપદ્રવ

Khyati

Last Updated: 12:36 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં તંત્રએ ફેરવ્યુ બુલ્ડોઝ, છાપરિયા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરુ

  • હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી
  • છાપરિયા વિસ્તારમાં જ થયો હતો પથ્થરમારો
  • પાકા અને હંગામી દબાણ દૂર કરવાની કામગીરી 


હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં રામનવમીના દિવસે પથ્થરમારો થતા માહોલ ગરમાયો હતો. જેને લઇને નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. છાપરિયા વિસ્તારમાં પાકા અને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.  છાપરિયા વિસ્તારમાં બે જેસીબી સહિત નગરપાલિકાના 40થી વધુ કર્મીઓ ડિમોલીશનની કામગીરીમાં જોડાયા હતા. જો કે બુલ્ડોઝરનો એટલો ખૌફ કે લોકો હથોડા અને પાવડા લઇને દબાણ દૂર કરતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 

TP રોડ ઉપરનું દબાણ દૂર કરવામાં આવશે

15મીટરનો ઉમિયા વિજય ટીપી રોડને મળતા આ રોડ પર પણ દબાણની કામગીરી કરવામાં આવી હતી.  આ અંગે 2020થી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર ન કરાતા તંત્ર દ્વારા આજે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.  3 મીટરનો જે રોડ ખુલ્લો કરવાનો છે તેના માટે અવારનવાર નોટિસ આપવામાં આવતી હતી તેમ છતાં રોડ ખૂલ્લો ન કરાતા તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.  બાકીના અસ્થાયી દબાણો પણ ખુલ્લા કરાવવા અંગે મનપા દ્વારા કામગીરી કરવામાં આવશે. 

 

રામનવમીના દિવસે થયો હતો પથ્થરમારો

મહત્વનું છે કે હિંમતનગરના છાપરિયામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જે બાદ છાપરિયા વિસ્તારમાં તંગદિલીનો  માહોલ જોવા મળ્યો હતો.  વાહનો સળગાવવા તથા પોલીસ પર હુમલાના બનાવો પણ બન્યા હતા.  આ ઘટના બાદ છાપરિયામાં તંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.આ ઘટના બાદ છાપરિયામાં તંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

છાપરિયા દબાણ હટાવો દબાણો રામનવમી હિંમતનગર Himmatnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ