બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / delhi first coronavirus positive patient rohit dutta recovered from hospital to transfer at home

Coronavirus / ગભરાશો નહીં, દિલ્હીમાં કોરોના વાયરસગ્રસ્ત દર્દીને લઈને આવ્યા સારા સમાચાર

Mehul

Last Updated: 08:21 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ મળી આવવાનો સિલસિલો જારી છે. આ દરમિયાન દિલ્હીના પહેલા કોરોના વાયરસ પોઝિટિવ વ્યક્તિ રોહિત દત્તા સ્વસ્થ થઇને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. રોહિત દત્તા એ પહેલા વ્યક્તિ છે, જે દિલ્હીમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા હતા. તેઓએ ફોન પર વાત કરતા પોતાનો અનુભવ શૅર કર્યો છે.

  • દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ મળી આવવાનો સિલસિલો જારી
  • દિલ્હીના પહેલા કોરોના વાયરસ પોઝિટિવ વ્યક્તિ રોહિત દત્તા સ્વસ્થ થયા

તેઓએ જણાવ્યું કે હું ઇટાલી અને બાદમાં હંગેરીના બુડાપેસ્ટમાં 21 જાન્યુઆરી ગયો હતો. 25 ફેબ્રુઆરીએ ભારત પાછો ફર્યો હતો અને એ જ રાત્રે મને 99.5 ડિગ્રી ફેરનહીટ તાવ આવ્યો. 26 ફેબ્રુઆરીએ હું ડૉક્ટર પાસે ગયો. 3 દિવસ સુધી દવાઓ લીધી, ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ તાવ થોડો ઉતર્યો. 

1 માર્ચે કોરોના પોઝિટિવ આવી રિપોર્ટ

તેઓએ કહ્યું, ડૉક્ટરે મને આરએમએલ હોસ્પિટલ મોકલી દીધો. 29 ફેબ્રુઆરીએ હું આરએમએલ ગયો. ફોર્મમાં તાવનો ઉલ્લેખ કર્યો. ત્યારબાદ ત્યાં મને દાખલ કરવામાં આવ્યો. 1 માર્ચે રિપોર્ટમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઇ. ત્યારબાદ મને એક અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ડૉક્ટર અને નર્સનો સારો સહકાર મળ્યો. 

તેઓએ જણાવ્યું કે જ્યારે હું ઇટાલીથી પરત ફર્યો તો પુત્રની બર્થ ડે પાર્ટી આપી હતી. 28 ફેબ્રુઆરીએ હયાતમાં એક પાર્ટી રાખી હતી. જ્યાં લગભગ 12-13 લોકો હતા. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઇ તો પરિવારના તમામ સભ્યોની સાથે મિત્રોની પણ કોરોના વાયરસની તપાસ કરાઇ, જે પાર્ટીમાં હાજર હતા. પરંતુ આ તમામની રિપોર્ટ નેગેટિવ આપી હતી.

હજુ પણ ઘરમાં અલગ રહી રહ્યો છું

રોહિતે જણાવ્યું કે આ દરમિયાન હું એક કલાક માટે ઓફિસ પણ ગયો હતો. જ્યાં હું ચાર લોકોના સંપર્કમાં આવ્યો હતો એ તમામની તપાસ થઇ પરંતુ તેમના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા. તેઓએ આગળ જણાવ્યું કે જ્યારે હું વાયરસથી મુક્ત થયો, તો મને ગત શનિવારે છોડી દેવામાં આવ્યો. હાલ હું ઘરે છું, પરંતુ હજુ પણ ઘરમાં અલગ રહેવાની કોશિશ કરી રહ્યો છું. 

તેઓએ જણાવ્યું, સરકારે તમામ સુવિધાઓ ઉભી કરી છે. જેને પણ ખાંસી-શરદી હોય ચેક જરુર કરાવે. રોહિતે એમ પણ જણાવ્યું કે જ્યારે હું ઇટાલી હતો ત્યારે ત્યાં 21 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસનો કોઇ મામલો નહોતો. કોરોના વાયરસના પહેલા સમાચાર ઇટલીમાં 22 ફેબ્રુઆરીએ આવ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ