બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / delhi cm arvind kejriwal arrested liquor scam cm run government from jail

કાયદો / CM કેજરીવાલ રાજીનામું આપશે કે જેલથી ચલાવી શકશે સરકાર? જાણો શું કહે છે કાયદો

Arohi

Last Updated: 08:46 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi CM Arvind Kejriwal: દિલ્હીના કથિત દારૂ ઘોટાળામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ ગુરૂવારે ધરપકડ કરી હતી. ત્યાર બાદ દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ કહ્યું કે જરૂર પડી તો કેજરીવાલ જેલથી જ સરકાર ચલાવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે. ગુરૂવારે બે કલાક પુછપરછ કર્યા બાદ ઈડીએ તેમને અરેસ્ટ કરી લીધા. સીએમ કેજરીવાલના દિલ્હીના કથિત દારૂ ઘોટાળા સાથે જેડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. 

અરવિંદ કેજરીવાલ પહેલા એવા મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ કરવામાં આવી છે. તેના પહેલા આ વર્ષે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમણે ધરપકડ પહેલા રાજીનામુ આપી દીધુ હતું. 

સીએમ કેજરીવાલની ધરપકડને આમ આદમી પાર્ટીએ રાજનૈતિક ષડયંત્ર જણાવ્યું છે. તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ તેને ખોટુ ગણાવ્યું છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે. 

આતિશીએ કહ્યું, "અમે પહેલા પણ કહી ચુક્યા છીએ કે જો જરૂર પડી તો કેજરીવાલ દિલ્હીથી સરકાર ચલાવશે. તે જેલમાંથી સરકાર ચલાવી શકે છે અને કોઈ નિયમ તેમને આમ કરવાથી નહીં રોકી શકે. તે દોષી સાબિત નથી થયા. માટે તે દિલ્હીના મુખ્યમંત્રી રહેશે."

શું આમ થઈ શકે છે? 
જેલમાંથી સરકાર ચલાવવી તમે સાંભળ્યું નહીં હોય પરંતુ એવો કોઈ કાયદાકીય નિયમ નથી જે મુખ્યમંત્રીને આમ કરવાથી રોકી શકે. છતાં કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી લોખંડના ચણા ચાવવા જેવું કામ રહેશે. હકીકતે જ્યારે કોઈ કેદી આવે છે તો તેને ત્યાંની જેલ મેનુઅલ ફોલો કરવું પડે છે. જેલની અંદર બધા કેદીના બધા જ ખાસ અધિકાર ખતમ થઈ જાય છે ભલે કે અંડરટ્રાયલ કેદી હોય કે ન હોય. જોકે મૌલિક અધિકાર બની રહે છે. 

જેલમાં દરેક કામ સિસ્ટમેટિક રીતે થાય છે. જેલ મેનુઅલ અનુસાર જેલમાં બંધ દરેક કેદીને અઠવાડિયામાં બે વખત પોતાના સંબંધિઓ કે મિત્રોને મળવાની પરવાનગી આપવામાં આવે છે. આ મુલાકાતનો સમય પણ અડધા કલાકનો હોય છે. 

આટલું જ નહીં જેલમાં બંધ નેતા ચૂંટણી ચો લડી શકે છે. સદનની કાર્યવાહીમાં શામેસ પણ થઈ શકે છે. પરંતુ ત્યાં કોઈ પ્રકારની બેઠક નથી કરી શકતા. જાન્યુઆરીમાં જ્યારે ઈડીને હેમંત સોરેનની ધરપકડ કરી તો PMLA કોર્ટે તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી. 

વધુ વાંચો: દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ, EDની મોટી કાર્યવાહી

તેના ઉપરાંત કેદી જ્યાં સુધી જેલમાં છે. તેની ઘણી ગતિવિધિઓ કોર્ટના આદેશ પર નિર્ભર કરે છે. કેદી પોતાના વકીલ દ્વારા કોઈ કાયદાકીય દસ્તાવેજ પર સહી તો કરી શકે છે. પરંતુ કોઈ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ