બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Kejriwal arrested by ED, major action after questioning in liquor policy case

BREAKING NEWS / દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ, EDની મોટી કાર્યવાહી

Pravin Joshi

Last Updated: 09:28 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. હાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

દેશના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. હાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. પૂછપરછ બાદ ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર હતા. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યું હતું.

EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા હતા. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી. પંજાબના સીએમ ભગવંત માને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કહ્યું કે, 'ભાજપની રાજકીય ટીમ (ED) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી... કારણ કે માત્ર AAP જ ભાજપને રોકી શકે છે... વિચારને ક્યારેય દબાવી શકાતો નથી. 

 

દિલ્હી સરકાર જેલમાંથી ચાલશે

પોલીસ સૂત્રોચ્ચાર કરી રહેલા AAP નેતાઓની અટકાયત કરી રહી છે. સમર્થકોની અટકાયત કરીને સીએમ આવાસથી હટાવી દેવામાં આવ્યા છે. AAPના ઘણા વક્તાઓ કહ્યું- CM કેજરીવાલ ધરપકડ બાદ પણ રાજીનામું નહીં આપે. ED ઓફિસ તરફ જતા રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, કલમ 144નું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. ED ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસની બહાર પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.સીએમ કેજરીવાલના ઘરની બહાર વધતી ભીડને કાબૂમાં લેવા માટે આવું કરવામાં આવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ