Deepika Padukone gives Virat Kohli and Ronaldo a special challenge, watch video
વીડિયો /
દીપિકા પાદુકોણે વિરાટ કોહલી અને રોનાલ્ડોને આપી ખાસ ચેલેન્જ, જુઓ Video
Team VTV01:43 PM, 18 Mar 20
| Updated: 01:45 PM, 18 Mar 20
કોરોના વાયરસના સંક્રમણથી ભારતમાં સાવધાની વધારી દીધી છે. મોલ, સિનેમાહોલ ઉપરાંત ફિલ્મોની શુટિંગ પણ રોકાઈ ગઈ છે. લોકોને કોરોના વાયરસથી બચાવા માટે અને જાગૃત કરવા સ્ટાર્સ પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. હાલમાં જ દીપિકા પાદુકોણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક ચેલેન્જ આપી છે જેને સ્વીકારતા દીપિકાએ વીડિયો શેર કર્યો છે.
દીપિકા પાદુકોણને અપાઈ #SafeHandschallenge
ચેલેન્જને સ્વીકારતા ટ્વીટર પર શેર કર્યો એક વીડિયો
દીપિકાએ વિરાટ કોહલીને પણ ચેલેન્જ આપી
આ ચેલેન્જનું નામ છે #SafeHandschallenge #COVID19 આ ચેલેન્જમાં માસ્ક લગાવી પોતાના હાથોને સાબુથી સરખી રીતે ધોવાના હોય છે. આ ચેલેન્જ બોલિવૂડના બે અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટિડરોઝ તરફથી આપવામાં આવ્યો છે. દીપિકા પાદુકોણે આ ચેલેન્જને સ્વીકારતા ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો માં અભિનેત્રી વોશરૂમમાં માસ્ક લગાવી પોતાના હાથો પર સાબુ લગાવીને ધોવે છે.
વીડિયો માં ટ્વીટ કરતા દીપિકા પાદુકોણે લખ્યું, થેંક્યું ડોક્ટર ટિડરોઝ સેફ હેન્ડ ચેલેન્જ માં નોમિનેટ કરવા માટે. આ ચેલેન્જ લોકોને COVID19થી બચવામાં જરૂરથી કારગર સાબિત થશે. અમે લોકો આ ફાઈટમાં બધા સાથે સહકારમાં છીએ. ત્યારબાદ દીપિકાએ રોઝન ફેડરર, ક્રિસ્ટીનો અને વિરાટ કોહલીને આ ચેલેન્જ માટે નોમિનેટ કરીએં છીએ.
તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય મંત્રીના કહેવા પ્રમાણે દેશમાં કોરોના વાયરસથી દર્દીઓની સંખ્યા 139 પહોંચી ગઈ છે અને 5700થી વધારે પર નજર રાખવામાં આવી રહી છે. મંગળવારે મુંબઇની કસ્તુરબા છાત્રાલયમાં એક 64 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું, દેશમાં આ ત્રીજી મૃત્યુ થઇ છે.