બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:38 AM, 29 February 2024
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કપલે ફેંસને આ ખુશખબરી આપી છે. તે સપ્ટેમ્બરમાં પોતાના બાળકને જન્મ આપશે. એટલે કે ટૂંક સમયમાં જ રણવીર અને દીપિકા પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી એક્ટ્રેસની પ્રેગ્નેન્સીની ખબર સામે આવી રહી હતી. અને હવે તેમણે આ ખબરની પુષ્ટિ કરી છે. દીપિકાએ જેવી આ ગુડ ન્યૂઝ શેર કરી ફેંસ કમેન્ટ્સમાં શુભકામનાઓનો આપી રહ્યા છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેર કરી ડિલિવરી ડેટ
દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિલિવરી ડેટ જાહેર કરી છે. તેમણે પ્રેગ્નેન્સી અનાઉન્સ કરતા લખ્યું કે બેબી સપ્ટેમ્બર 2024માં આવશે. દીપિકાની આ પોસ્ટને અમુક જ મિનિટોમાં લાખો વ્યૂઝ અને કમેન્ટ્સ મળી ચુક્યા છે. સેલેબ્સ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
ADVERTISEMENT
સેલેબ્સ આપી રહ્યા છે શુભકામનાઓ
દીપિકાએ પ્રેગ્નેન્સી કંફર્મેશન પોસ્ટમાં ફોલ્ડિંગ હેડ અને ઈવિલ આઈ ઈમોજી બનાવ્યું છે. મનીષ મલ્હોત્રા, મેઘા શંકર, અંગદ બેદી, મિયાંગ ચેંગ, કુબ્રા સેત, મસાબા ગુપ્તા જેવા તમામ સ્ટાર્સે કપલને બેથી ત્રણ થવા બદલ શુભકામનાઓ પાઠવી છે. 38 વર્ષની દીપિકા પહેલા બાળકને જન્મ આપશે.
વધુ વાંચો: 'સુશાંતની જેમ મને પણ...', જાવેદ અખ્તર માનહાનિ કેસમાં આ શું બોલી કંગના રનૌત
2018માં થયા હતા કપલના લગ્ન
દીપિકા અને રણબીર બોલિવુડના પાવર કપલમાંથી એક છે. બન્નેની ફેયરીટેલ લવ સ્ટોરી ફિલ્મ રામલીલાના સેટથી શરૂ થઈ હતી. 2012માં તેમની ડેટિંગ શરૂ થઈ હતી. 2018માં કપલે ઈટલીના લેક કોમોમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી. વર્કફ્રંટ પરની વાત કરીએ તો દીપિકાની છેલ્લી રિલીઝ ફાઈટર હતી. તેના ઘણા પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે. તેમાં Kalko 2898 AD, સિંઘમ અને અગેન શામેલ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.