બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Decision in the EWS committee of Ahmedabad Corporation, action on people living in rented houses in government houses

BIG NEWS / સરકારી આવાસનો ફ્લેટ ભાડે આપીને ભાડુ ખાતા મકાન માલિકોની ખેર નથી, AMC કરવા જઇ રહી છે આ કાર્યવાહી

Vishnu

Last Updated: 11:26 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC આવાસના મકાનોમાં ભાડે રહેતા લોકો, ભાડે મકાન આપનાર લોકો સામે પણ ફોજદારી કાર્યવાહી થશે

  • આવાસના મકાનોમાં ભાડે રહેનાર સામે કાર્યવાહી થશે
  • નોટીસનો જવાબ ન આપનાર કાર્યવાહી થશે
  • કોર્પોરેશન દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદ શહેરમાં નિકોલ, ચાંદખેડા, ગોતા, વસ્ત્રાલ, બોડકદેવ, વટવા, ઓઢવ, બાપુનગર, જેવા વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો હેઠળ AMC દ્વારા બનાવવામાં આવ્યા છે. પણ AMC આવાસના મકાનોમા ભાડે રહેનાર લોકોની પળોજણ વધી ગઈ છે, ત્યારે  કોર્પોરેશનની EWS કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાડે મકાન આપનાર લોકો સામે પણ ફોજદારી કાર્યવાહી કરવાની પેરવી છે.

ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય
હાઉસિંગ ઈમપ્રુવમેન્ટ અને EWS આવાસ યોજના કમિટીમાં ભાડે આપેલા મકાનોમાં ચેકિંગ કે ફરિયાદોની કોઈ જ ચર્ચા AMC દ્વારા કરવામાં આવતી ન હોવાના આરોપ લાગ્યા બાદ આજે મળેલી કોર્પોરેશનની EWS કમિટી આખરે આકારો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાડે મકાન આપનાર લોકો સામે પણ ફોજદારી કાર્યવાહી થશે.કોર્પોરેશને 471 લોકોને પ્રથમ નોટિસ પાઠવી હતી. પણ નોટિસનો પણ જવાબ ન આપતા કોર્પોરેશનની EWS કમિટી અકળાઈ છે. જે બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાડે રહેતા લોકો, ભાડે મકાન આપનાર લોકો સામે હવે ફોજદારી કાર્યવાહી થશે.આ પહેલા ઘણી વખત મીડિયા રિપોર્ટમાં પણ આવાસ યોજનામાં ચાલતા આ ભાડાના ખેલને ઉજાગર કરવામાં આવ્યો છે. અને મંત્રી ઋષિકેશ પટેલ પણ એએમસીને આ બાબતે ટકોર કરી હતી.

1000થી વધુ મકાનોમાં ગેરકાયદે રીતે લોકો ભાડે રહેતા હોવાની માહિતી: સૂત્ર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ બનાવવામાં આવ્યાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં બનેલાં સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્ત્વોની મિલીભગતથી ભાડે આપી દેવામાં આવે છે. ક્યારેક અધિકારીઓ આવાસ યોજનાના મકાનમાં કોણ રહે છે તે અંગે ચેકિંગ કરતા નથી. જેથી હવેથી હાઉસિંગ અને EWS કમિટી દ્વારા સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે રહેતા 471 લોકોને નોટિસ આપવામાં આવી હતી. નોટીસનો જવાબ ન આપનાર લોકો સામે પોલીસ કાર્યવાહી થશે આ અંગે કોર્પોરેશનની EWS કમીટીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં 1000થી વધુ મકાનોમાં ગેરકાયદે રીતે લોકો ભાડે રહેતા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે મકાન અપાવવા માટે કેટલાક મકાનના દલાલો ખુદ ઓછા ભાડે મકાન અપાવતા હોય છે.

મકાનમાં માલિક રહે છે કે ભાડુઆત તે અંગે AMC કાર્યવાહી કરે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 
ઓકટોબર મહિનામાં આવસોના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ મહાનગરોમાં સ્લમ રિહેબલિટેશન પોલિસી હેઠળ અનેક સ્લમ વિસ્તારનું રીડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. તે દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે મકાનોની ફાળવણી બાદ મકાનમાં માલિક રહે છે કે ભાડુઆત તે માટે એએમસીએ કાર્યવાહી કરવી જોઈએ.વખતો વખત એએમસીએ તપાસ કરવી જોઈએ.મકાન આપ્યા બાદ મકાનમાં માલિક જ રહે તેની એએમસીને તપાસ કરવા સૂચના આપી છે.જો શરત ભંગ થતો હોય તો કાર્યવાહી કરવા એએમસીને ટકોર કરી છે.ઘણી જગ્યાએ EWS અને સ્લમ રીડેવલોપમેન્ટના આવસોમાં ફાળવણી કર્યા બાદ મકાન માલિકો મકાન ભાડે આપે છે.ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીએ એએમસીને સૂચના આપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ