બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Death by dance and exercise! Find out why the risk of cardiac arrest is increasing among young people

જાણવા જેવું / ડાન્સ અને એક્સરસાઇઝ કરતા-કરતા મોત! જાણો કેમ યુવાનોમાં વધી રહ્યો છે કાર્ડિયક અરેસ્ટનો ખતરો

Megha

Last Updated: 12:44 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક લોકો એ જાણવા માંગે છે કે આખરે કાર્ડિયક અરેસ્ટ શું છે અને કાર્ડિયક અરેસ્ટના લક્ષણો શું છે? કાર્ડિયક અરેસ્ટનું જોખમ કોને વધારે છે? આનાથી બચવાનો ઉપાય શું છે? આજે અમે તેના વિશે જણાવશું.

  • વધી રહ્યા છે કાર્ડિયક અરેસ્ટના કેસ 
  • કાર્ડિયક અરેસ્ટ આવવાનું કારણ?
  • કોરોના પછી બગડવા લાગી છે સ્થિતિ - એક્સપર્ટ 
  • ક્રોનિક કોવિડ સિન્ડ્રોમ પણ કાર્ડિયક અરેસ્ટ માટે જવાબદાર

હાલ જ બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકનું મૃત્યુ કાર્ડિયક એરેસ્ટથી થયું હોવાનું કહેવાય છે. આ પહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, સિંગર કે.કે., ભાભી જી ઘર પર હૈ ફેમ મલખાન ઉર્ફે દિપેશ ભાન વગેરે સેલેબ્સ પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે જીવ ગુમાવ્યા હતા. હાલ એવું જોવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવકો રસ્તા પર ફરતા, જીમમાં વર્કઆઉટ કરતાં સમયે અને લગ્નમાં ડાન્સ કરતાં સમયે પણ કાર્ડિયક અરેસ્ટને કારણે મૃત્યુ પામી રહ્યા છે.  

વધી રહ્યા છે કાર્ડિયક અરેસ્ટના કેસ 
નોંધનીય છે કે કાર્ડિયક અરેસ્ટના કેસો પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળતા હતા પણ હાલની પરિસ્થિતિ મુજબ જોવા મળ્યું છે કે યુવાનો પણ તેનાથી બચી શકતા નથી. હાલ વધી રહેલ કાર્ડિયાક અરેસ્ટથી મોતના આંકડા વચ્ચે દરેક લોકો એ જાણવા માંગે છે કે આખરે કાર્ડિયક અરેસ્ટ શું છે અને કાર્ડિયક અરેસ્ટના લક્ષણો શું છે? સાથે જ કાર્ડિયક અરેસ્ટનું જોખમ કોને વધારે છે? આનાથી બચવાનો ઉપાય શું છે? આજે અમે તેના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

કાર્ડિયક અરેસ્ટ શું છે? 
જ્યારે વ્યક્તિના હૃદયની ધડકન રોકાઇ જાય અને આ નળી શરીરના અન્ય ભાગો સુધી લોહી ન પહોંચાડી શકે તેવી સ્થિતિને કાર્ડિયક અરેસ્ટ કહેવામાં આવે છે. 

કાર્ડિયક અરેસ્ટ આવવા પર શું થાય છે? 
જ્યારે વ્યક્તિ કાર્ડિયક અરેસ્ટ આવે છે ત્યારે મિનિટોમાં જ તે વ્યક્તિ બેભાન થઇ જાય છે. જો તેને તરત જ સારવાર ન મળે તો તેનુ મૃત્યુ પણ થઇ શકે છે.

કાર્ડિયક અરેસ્ટ આવવાનું કારણ?
કાર્ડિયક અરેસ્ટ ક્યારેય કોઇને પણ આવી શકે છે. ઘણી વખત હાર્ટ એટેક પણ તેનું કારણ હોય શકે છે. આ ઉપરાંત હૃદયની માંસપેશિઓ નબળી હોય તો પણ કાર્ડિયક અરેસ્ટનો શિકાર થઇ શકાય છે.

આ રીતે બચાવી શકાય છે જીવ 
કાર્ડિયક અરેસ્ટમાં હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. કાર્ડિયક અરેસ્ટ વિશે જાણવાની સૌથી અગત્યની બાબત એ છે કે હૃદય અચાનક બંધ થતું નથી. પહેલા તે 3-5 મિનિટના સમયગાળા માટે સામાન્ય રીતે 350-400 BPMના દરે ખૂબ જ ઝડપથી ધબકે છે અને પછી અટકે છે. આ દરમિયાન વ્યક્તિને બચાવવા માટે 3-5 મિનિટ મળે છે. જો આ સમયે કોઈને CPR અથવા ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. 

કોરોના પછી બગડવા લાગી છે સ્થિતિ - એક્સપર્ટ 
છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે એ દરેક વય જૂથમાં કાર્ડિયક અરેસ્ટના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. છે. સાથે જ એમ પણ જોવા મળ્યું છે કે લોકોમાં સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન, આલ્કોહોલ પીવાની આદત્મ્ય પણ વધારો થયો છે. નોંધનીય છે કે તે લોકોમાં કાર્ડિયક અરેસ્ટના વધુ કેસ જોવા મળી રહ્યા છે અને કોરોના બાદ આ સ્થિતિ વધુ વણસી છે. કોવિડ પછી સ્થિતિ એવી બની છે કે જેમને કોરોના હતો તેમના સ્નાયુઓમાં થોડો સોજો આવી ગયો છે, જેના કારણે કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધી ગયું છે.

ક્રોનિક કોવિડ સિન્ડ્રોમ પણ કાર્ડિયક અરેસ્ટ માટે જવાબદાર
જે લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે તેઓ હજુ પણ ક્રોનિક કોવિડ સિન્ડ્રોમથી પીડિત હોઈ શકે છે. આ સિન્ડ્રોમમાં કોરોનાને કારણે શરીરની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે, સાથે જ તેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. સાથે જ જોવા મળ્યું છે કે અમુક કિસ્સામાં ક્રોનિક કોવિડ સિન્ડ્રોમ પણ કાર્ડિયક અરેસ્ટ માટે જવાબદાર હોઈ શકે છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિને વાયરલ, ફ્લૂ, ઈન્ફલ્યુએન્ઝા જેવા સક્રિય ચેપ હોય તો જોખમનું પરિબળ વધુ વધે છે. 

આ રીતે ઘટાડી શકાય છે કાર્ડિયક અરેસ્ટનો ખતરો 
વધુ વજન, સુગર, હાઈ બ્લડ પ્રેશર, પારિવારિક ઇતિહાસ, કોવિડ રિકવરી વગેરે કાર્ડિયાક અરેસ્ટના મુખ્ય જોખમો હોઈ શકે છે. એવામાં જો કોઈ વ્યક્તિ સ્વસ્થ લાઈફસ્ટાઈલ જીવે છે, વજન નિયંત્રણમાં રાખે છે, બ્લડ પ્રેશર જાળવી રાખે છે અને જો પરિવારમાં કોઈ વ્યક્તિનું હૃદય સંબંધિત રોગને કારણે મૃત્યુ થયું હોય, સમયાંતરે ડૉક્ટરની મુલાકાત લે છે, તો તે કાર્ડિયક અરેસ્ટ અને હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે. આ સાથે જ ક્ષમતા કરતાં વધુ કામ કરવું, જીમમાં જઈને ભારે વજન ઉપાડવું, કલાકો સુધી કસરત કરવી, ધુમ્રપાન, આલ્કોહોલ, ખાવાની ખોટી આદતો, પૂરતી ઊંઘ ન લેવી વગેરે જોખમો પણ તેમ વધારોકરે છે. એટલે  શારીરિક પ્રવૃત્તિ માટે દરરોજ 30-40 મિનિટની કસરત અથવા અઠવાડિયામાં 150-180 મિનિટની કસરતથી લોકો તંદુરસ્ત રહી શકે છે. જીમમાં જવું અને ભારે વજન ઉપાડવું જરૂરી નથી. ધૂમ્રપાન-દારૂથી દૂર રહેવું જોઈએ અને ઓછામાં ઓછા 7-8 કલાક સુધી ઊંઘ લેવી જોઈએ. 

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો
જો કે વ્યક્તિને કાર્ડિયક અરેસ્ટના લક્ષણો સમજવા અને તેના અનુસાર યોગ્ય સારવાર કરવાનો સમય મળતો નથી પણ એક્સપર્ટ અનુસાર તેની શરૂઆતમાં શરીરમાં કેટલાક ફેરફાર દેખાવા લાગે છે. જો

- બેહોશી 
- ઝડપી ધબકારા
- છાતીમાં દુખાવો 
- ચક્કર 
- શ્વાસ લેવામાં મુશ્કેલી
- ઉલટી
- પેટ અને છાતીમાં દુખાવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ