બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / DAILY CASES DROP IN SURAT OF GUJARAT CORONA VIRUS

રાહત / ગુજરાતના આ શહેરમાં કોરોનાથી મોટી રાહત : 28 દિવસ બાદ 24 કલાકમાં એક હજારથી ઓછા કેસ, 1670 થયા સાજા

Parth

Last Updated: 08:05 AM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના ભરડાની વચ્ચે સુરત શહેરમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે તથા સાજા થનારા દર્દીઓ વધી રહ્યા છે.

  • સુરતમાં કોરોના કેસમાં ઘટાડો
  • ઓક્સિજનની માંગમાં થઇ રહ્યો છે ઘટાડો
  • રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ ઘટી

28 દિવસ બાદ 1 હજારથી ઓછા નવા કેસ નોંધાયા

કોરોના વાયરસના ભારે તોફાન બાદ સુરતમાં ધીમે ફરી રાહત મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં કેસ, ગંભીર દર્દીઓ, ઑક્સીજનની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં 28 દિવસ બાદ નવા કેસની સંખ્યા એક હજારથી ઓછી થઈ છે. સાતમી મેના રોજ સુરતમાં નવા 903 કેસ સામે આવ્યા છે જ્યારે શહેરના 1670 દર્દીઓ સાજા થયા છે. 

166 ટન ઓક્સિજનની સામે 160 ટન ઓક્સિજન ફાળવાયો

ગઇકાલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા તે અનુસાર સુરતમાં 28 દિવસ નવા કેસનો આંક એક હજારથી નીચે ગયો છે. આ સિવાય શહેરમાં ઑક્સીજનની માંગ પણ સતત ઓછી થઈ રહી છે. સુરતમાં અત્યારે 166 ટન ઑક્સીજનની માંગ થઈ રહી છે જોકે શહેરને હજુ પણ 
માંગ કરતાં ઓછો ઑક્સીજન જ આપવામાં આવે છે. સુરતને 160 ટન ઑક્સીજન ફાળવવામાં આવ્યો છે. આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શનની માંગ પણ ઘટી છે. શહેરમાં 3011 ઇન્જેક્શનની માંગ સામે 2317 ઇન્જેક્શન ફાળવાયા છે. 

ગુજરાતમાં સાજા થનારા દર્દીઓ વધ્યા 

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે. આમ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.તો કોરોનાથી 119 દર્દીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર 

રાજ્યમાં રિક્વરી રેટ 76.52 ટકાએ પહોંચ્યો છે તથા રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 58 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 154 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 3 હજાર 497 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસ છે, જેમાંથી 775 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 45 હજાર 610 દર્દીની હાલત સ્થિર છે.

કેટલા લોકોને આપવામાં આવી રસી?

રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 24 હજાર 941 લોકોને પ્રથમ ડોઝ અને 29 લાખ 89 હજાર 975 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે.આમ, કુલ મળીને 1 કરોડ 32 લાખ 14 હજાર 916 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ