બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 06:16 PM, 29 November 2023
ADVERTISEMENT
બંગાળની દક્ષિણપૂર્વ ખાડી નજીક દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધી જતા ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. હવામાન વિભાગે (IMD) ચેતવણી જાહેર કરીને બંગાળની ખાડીમાં હવામાનમાં કેવા પ્રકારનો ફેરફાર થવા જઈ રહ્યો છે તે અંગે જણાવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની જશે. આ પ્રેશર વધુ ગંભીર બનશે અને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ તબ્દીલ થઈ જશે.’
ADVERTISEMENT
વરસાદ થવાની સંભાવના
નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આંદામાન દ્વીપના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 30 નવેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના છે.
ભારે પવન સાથે વરસાદ
પ્રતિ કલાકે 25-35 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે, પ્રતિ કલાકે 45 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 30 નવેમ્બરના રોજ પ્રતિ કલાકે 40-50 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1 ડિસેમ્બર સુધી પ્રતિ કલાકે 50-60 કિલોમીટરથી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.