બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CUET-UG scheduled for Aug 4 postponed at few centres across 17 states due to administrative

શૈક્ષણિક / મોટા સમાચાર : કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સ્થગિત કરાઈ, જાણો હવે ક્યારે લેવાશે, NTAનો નિર્ણય

Hiralal

Last Updated: 06:53 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 રાજ્યોના થોડા સેન્ટરો ખાતે 4 ઓગસ્ટે યોજાયેલી CUET-UGની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

  • આજે યોજાયેલી CUET-UGની પરીક્ષા મોકૂફ રખાઈ
  • વહિવટિય અને ટેકનીકલ કારણોસર પરીક્ષા રખાઈ મોકૂફ
  • નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જાહેરાત
  • 17 રાજ્યોમાં થોડા કેન્દ્રો ખાતેની પરીક્ષા સ્થગિત કરાઈ 

4 ઓગસ્ટે  CUET-UGની પરીક્ષા યોજાઈ હતી પરંતુ હવે કેટલાક કેન્દ્રોની પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા લેનાર એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે વહિવટિય અને ટેકનીકલ કારણોસર આજે યોજાયેલી CUET-UGની પરીક્ષા 17 રાજ્યોમાં થોડા કેન્દ્રો ખાતે સ્થગિત કરાઈ છે. 

અગાઉના એડમિટ કાર્ડ માન્ય ગણાશે 
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું કે જે ઉમેદવારોની CUET-UG પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમને માટે અગાઉના એડમિટ કાર્ડ માન્ય ગણાશે. 

ટેક્નિકલ સમસ્યાઓને કારણે 4 ઓગસ્ટની પરીક્ષા સ્થગિત કરાઈ 
સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા આજે એટલે કે 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી યોજાવાની હતી, જે કેરળના ઉમેદવારો માટે મુલતવી રાખવામાં આવી છે. આ સાથે જ ટેક્નિકલ સમસ્યાઓને કારણે દેશભરના ઉમેદવારો માટે 4 ઓગસ્ટની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. ક્યુએટ એ ભારતમાં યોજાનારી પરીક્ષાઓમાં બીજી સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા દેશના અલગ અલગ શહેરોમાં યોજાવાની હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નોટિસ જાહેર કરીને પરીક્ષાને આગળ વધારવાની જાણકારી આપી છે.

મોકૂફ રખાયેલી પરીક્ષા 12 ઓગસ્ટના રોજ લેવાશે
એનટીએએ એવું પણ જણાવ્યું કે જે પરીક્ષા મોકૂફ રખાઈ છે તે હવે 12 ઓગસ્ટે લેવામાં આવશે. જેના માટે આજનું એડમિટ કાર્ડ માન્ય રહેશે. એનટીએના જણાવ્યા અનુસાર, ક્યુઇટીની પરીક્ષાઓ, જે બાકીના દિવસ માટે લેવામાં આવશે, તે તેમના સમયપત્રકથી લેવામાં આવશે. ખાસ વાત એ છે કે ગુરુવારે 17 રાજ્યોના કુલ 29 શહેરોમાં CUET-UGનું આયોજન થયું હતું પરંતુ વહિવટી તંત્ર દ્વારા હવે ટેકનીકલ કારણોસર તેને રદ કરવાની જાહેરાત કરાઈ છે. 

હજારો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો 
આ પરીક્ષા મુલતવી રહેવાના કારણે હજારો ઉમેદવારોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. વાસ્તવમાં સવારે મોક ટેસ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી, જેના કારણે અનેક સેન્ટરોમાં આ ટેસ્ટ રદ કરવામાં આવી હતી. ઘણા ઉમેદવારોને સત્તાવાર સાઇટ પર પરીક્ષા મુલતવી રાખવાને લગતી માહિતી મળી ન હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ