IPL 2023 Ambati Rayudu News: CSKના દિગ્ગજ ખેલાડીએ કહ્યું, આ એક પરીકથાનો અંત છે. હું વધુ માંગી શક્યો ન હોત. હું ખરેખર એક મહાન ટીમ માટે રમ્યો તે માટે હું ભાગ્યશાળી છું
CSKના અંબાતી રાયડુએ IPLને અલવિદા કહી દીધું
મેચ જીત્યા બાદ પણ અંબાતી રાયડુએ મોટું નિવેદન આપ્યું
ખરેખર એક મહાન ટીમ માટે રમ્યો તે માટે હું ભાગ્યશાળી છું: અંબાતી રાયડુ
હું હવે મારા બાકીના જીવન માટે સ્મિત કરી શકું છું: અંબાતી રાયડુ
IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. આ તરફ હવે CSKના અંબાતી રાયડુએ IPLને અલવિદા કહી દીધું છે. આ દરમિયાન ગઈકાલે મેચ જીત્યા બાદ પણ અંબાતી રાયડુએ મોટું નિવેદન આપ્યું હતું. મેચની વાત કરીએ તો આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા.
વરસાદના કારણે ઓવર ઓછી કરાઇ
આ તરફ બીજી ઇનિંગની શરૂઆતમાં વરસાદે મેચમાં હસ્તક્ષેપ કર્યો હતો. વરસાદના કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજા દાવમાં CSK તરફથી ડેવોન કોનવેએ 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 32 રનની ઇનિંગ રમી હતી. તો અંબાતી રાયડુએ 9 બોલમાં 18 રનની ઇનિંગ રમી હતી.
હવે હું આખી જીંદગી હસી શકીશ: રાયડુ
મેચ સમાપ્ત થયા પછી, અંબાતી રાયડુએ કહ્યું, "આ એક પરીકથાનો અંત છે. હું વધુ માંગી શક્યો ન હોત. હું ખરેખર એક મહાન ટીમ માટે રમ્યો તે માટે હું ભાગ્યશાળી છું. રાયડુએ વધુમાં ઉમેર્યું, હું હવે મારા બાકીના જીવન માટે સ્મિત કરી શકું છું. મેં છેલ્લા 30 વર્ષોમાં કરેલી તમામ મહેનત સાથે, હું ખુશ છું કે હું તેને આ રીતે સમાપ્ત કરી શક્યો. હું ખરેખર મારા પરિવારનો આભાર માનવા માંગુ છું, મારા પિતા, તેમના વિના આ શક્ય ન હોત.
The Shivam Dube-Ambati Rayudu duo is making things happen for the Chennai Super Kings 😎
IPL 2023ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ મેચમાં CSKએ GTને 5 વિકેટથી માત આપી હતી. CSKએ આ જીતની સાથે તેમની ટીમે 5મી વખત IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. CSKની જીત પાછળ શ્રેય રવીન્દ્ર જાડેજાને જાય છે. પોતાની ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી છે
છેલ્લી ઓવરમાં જાડેજાએ બનાવ્યું ચેન્નાઈને ચેમ્પિયન
ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે અંબાતી રાયડુ અને ધોની એક જ ઓવરમાં આઉટ થયા ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતે મેચ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. પરંતુ અંતે બેટિંગ કરવા આવ્યો રવીન્દ્ર જાડેજા. ચેન્નાઈને 6 બોલમાં 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં બે બોલમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારીને CSKને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.