ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રાણીઓ પર પરિક્ષણ
ADVERTISEMENT
આ ઉપરાંત એક ચોંકાવનારી વાત બહાર આવી કે જે પ્રોડક્ટ્સથી પ્રાણીઓને પણ નુકશાન થાય છે તે આપણા માટે બજારમાં વેચાય છે. જયારે કે એવું જરૂરી નથી હોતું કે જે ઉત્પાદન પશુઓ માટે સુરક્ષિત છે એ માણસો માટે પણ સુરક્ષિત સાબિત થાય.પ્રાણીઓનો હાનિકારક ઉપયોગ ફક્ત ક્રુર જ નહીં પણ ઘણી વાર બિનઅસરકારક પણ સાબિત થાય છે. પ્રાણીઓ અને માણસમાં ઘણુ અંતર હોય છે અને તેમના રોગો પણ જુદા હોય છે. જેમકે હૃદય રોગ, ઘણા પ્રકારનાં કેન્સર, HIV, પાર્કિન્સન રોગ અને સ્ક્રિન્ઝોફેનિયા.

ADVERTISEMENT
માણસોને થતાં રોગોની નકલ
માણસોને થતાં રોગોની નકલ કરવાની કોશિશમાં આ રોગોના ચિહ્નો પ્રયોગશાળાઓમાં પ્રાણીઓમાં કૃત્રિમ રીતે થઈ જતાં હોય છે. આ વાત આશ્ચર્યજનક નથી કે પ્રાણીઓ પર ટ્રાયલ લેવાયેલી દવાઓ કે કેમિકલ માણસ પર પણ કામ કરે. મહદ અંશે ભાગ્યે જ કામ કરતી હોય છે. ઘણા રોગો જેમકે કેન્સર, અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીઝ, સ્ટ્રોક, એડ્સ જેવા રોગો પ્રાણીઓમાં હોવા છતાં કોઈ પાસે એનો સંપૂર્ણ ઉપચાર નથી.
ADVERTISEMENT

પ્રાણીઓના ઉપયોગનો પરિણામ
ADVERTISEMENT
USના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે જણાવ્યું કે, દર વર્ષે 1150 કરોડથી વધારે પ્રાણીઓનો ઉપયોગ કરતો હોવા છતાં, માત્ર 59 નવી દવાઓ માન્ય કરવામાં આવી હતી. VIOXX નામની સંધિવાનાં ઉપચાર માટે વપરાતી દવાને વાંદરાઓ પર પરીક્ષણ વખતે સલામત સાબિત થઇ હતી. પરંતુ એવું જાણવામાં આવે છે કે તેના કારણે 3,૨૦,૦૦૦ હાર્ટ એટેક અને સ્ટ્રોક અને 1,40,000ના મોત થયા હતા. ચોકલેટ, દ્રાક્ષ, બદામ, એવોકાડોઝ જેવી વસ્તુઓ લોકોને હાનિકારક નથી પરંતુ કુતરાઓને માટે ઝેરી છે.

ADVERTISEMENT
માણસો-સામાજિક પ્રાણી
પ્રાણીઓ પર પરીક્ષણનો પ્રતિબંધ લગાવવો જોઈએ કારણ કે તે પ્રાણીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. માણસ પ્રયોગશાળામાં પ્રયોગો કરવા અથવા ઉત્પાદનોની ચકાસણી કરવા માટે દર વર્ષે હજારો પ્રાણીઓને અયોગ્ય રીતે ત્રાસ આપીને પોતાનું જીવન સુધારે છે. આ કોઈ ન્યાયની વાત નથી. પ્રાણીઓ સાથે આદર અને ગૌરવથી વર્તન કરવું જોઈએ. તેમને પણ જીવવાનો પૂરો અધિકાર છે, છેવટે માણસો પણ સામાજિક પ્રાણી છે.

શું કરવું જોઈએ?
પ્રાણી પર પ્રયોગ એક ગેરકાયદેસર પ્રથા હોવા છતાં ઘણી પ્રયોગશાળામાં તેના પર પ્રયોગો કરવામાં આવે છે. તો આ માટે શું કરવું જોઈએ? આપણે આ પ્રાણીઓને ક્રૂરતા મુક્ત ઉત્પાદનો ખરીદી એમનો બચાવ કરી શકીએ છે. પ્રાણીઓના ડિસેક્શનના વિકલ્પો શોધી તેનો ઉપયોગ નહીં કરવા માટે વિનંતી કરવી. માનવીય અભિગમ અપનાવી આ પ્રકારના પ્રયોગ પર પ્રતિબંધ લાદવો અને પ્રાણીઓ પર પ્રયોગો બંધ કરવા USની ન્યાયિક ઓથોરીટીને જાણ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ