બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Crime News gujarat

ક્રાઇમ / Crime News: લો બોલો! જુહાપુરામાં પોલીસ ‘બકરા અને બકરી’ને શોધવા ગોથે ચડી, જાણો કારણ

Kavan

Last Updated: 05:59 PM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ છાશવારે બનતી જાય છે આજેપણ 4 એવી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેમાં અમદાવાદના જુહાપુરામાં પોલીસ બકરો અને બકરી શોધવા માટે ગોથે ચડી હતી તો વડોદરામાં તસ્કરો 6.83 લાખની મત્તા ઘરમાથી ચોરીને ભાગી છૂટ્યા હતા આવી અન્ય ઘટનાઓ વાંચો વીટીવી પર...

સરખેજ પોલીસ ‘બકરા અને બકરી’ને શોધવા ગોથે ચડી

અમદાવાદઃ શહેરમાં ચોરી થયાની અવનવી ઘટનાના કિસ્સા તો સાંભળ્યા હશે પણ સરખેજ વિસ્તારમાં તો અજીબોગરીબ ચોરીની ઘટના બની છે અને પોલીસ પણ ગોથે ચડી ગઈ છે. સરખેજ પોલીસ 'બકરા'ને શોધી રહી છે.

મકરબા પાસે અલીફ રો-હાઉસમાં રહેતા અબ્દુલ અંસારીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અબ્દુલ ગેરેજનું કામ કરે છે. અબ્દુલ અને તેની પત્ની એક બકરા તથા બે બકરીઓને પાળે છે.

તેઓ તા.૧૨ ડિસેમ્બરે રાતના સમયે એક બકરા તથા બે બકરીઓનેે તેમના મકાનની ઓરડીમાં બાંધીને સૂઈ ગયાં હતાં. અબ્દુલે સવારના ત્રણ વાગ્યે એક બકરીનો અવાજ આવતાં ઊઠીને જોયું તો બીજા બકરા અને બકરી ગાયબ હતાં.  આથી બકરા-બકરી ગાયબ થયેલાં જોઇ તે ચોંકી ગયો હતો. રાતના સમયે અજાણ્યા ઈસમો બકરા-બકરીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ત્યારબાદ અબ્દુલે  સફેદ કલરના બકરા અને બીજી એક બકરીની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ બકરા કે બકરીઓ મળી ન આવતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ગુનો નોંધી બકરા-બકરીની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી છે.

2
પરિવાર સાથે વડોદરા ગયા, તસ્કરો ૬.૮૩ લાખના દાગીના લઈ ફરાર

શહેરના ઓઢવ વિસ્તારમાં તસ્કરો વેપારીના મકાનમાં ઘૂસી ૬.૮૩ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.  
ઓઢવ વિસ્તારમાં આવેલ નેહલપાર્ક સોસાયટીમાં રહેતા ક્રિષ્નાચંદ મારુએ અોઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ક્રિષ્નાચંદ ઘરેથી જ રીતુ એન્ટરપ્રાઇઝ નામથી સ્ટ્રેચ રોલના ટ્રેડિંગનું કામ કરે છે. બે  દિવસ પહેલાં  વેપારી બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ઘરને લોક મારી પરિવાર સાથે વડોદરા સંબંધીના ઘરે ગયા હતા ત્યારે તસ્કરોએ વેપારીના ઘરમાં ઘૂસી તિજોરીનું લોક તોડ્યું હતું અને તેમાં રહેલા ૧૭ તોલા સોના અને ૧ર૦૦ ગ્રામ ચાંદી મળી કુલ ૬.૮૩ લાખ રૂપિયાના દાગીના ચોરીને નાસી ગયા હતા. ઘરનો દરવાજો તૂટેલો જોઇ પાડોશમાં રહેતા પિન્ટુભાઈએ વેપારીને ફોન કર્યો હતો અને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. વેપારી તાત્કા‌િલક વડોદરાથી અમદાવાદ તેમના ઘરે આવી ગયા હતા, જ્યાં તેમણે જોયું હતું કે મુખ્ય દરવાજો તૂટેલો છે અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે. વેપારીએ તેમના બેડરૂમમાંની તિજોરી ચેક કરતાં તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા. વેપારીએ તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. ચોરીની જાણ થતાં ઓઢવ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

પોલીસે ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમને પણ બોલાવ્યાં હતાં. ઓઢવ પોલીસે વેપારીની ફરિયાદના આધારે તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને તસ્કરોને શોધી કાઢવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.  

3
આસિસ્ટન્ટ ક્લાર્ક ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવા જતાં ગઠિયાએ ચૂનો લગાડ્યો

શહેરમાં દિવસે દિવસે ફ્રોડના બનાવ વધી રહ્યા છે, ત્યારે શહેરના કેડિયા એસોશીએટ્સના આસિસ્ટન્ટ ક્લાર્ક ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવા જતાં ગઠિયાએ ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

ગીતામંદિર પાસે આવેલ પુરાણી હાઉસિંગની સોસાયટીમાં રહેતા અને કેડિયા એન્ડ કેડિયા એસોશીએટ્સમાં આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા  દિવ્યકાંત ઝવેરીએ ગઠિયા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.  

 થોડા સમય પહેલાં ક્લાર્ક  ઓફિસમાં  હાજર હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર એક ગઠિયાનો ફોન આવ્યો હતો. ગઠિયાએ કહ્યું કે હું એસબીઆઈ કાર્ડ બોરીવલી બ્રાન્ચમાંથી બોલું છું અને તમારું એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ હાલ બંધ છે, જે ચાલુ કરાવવા માટે ૧૬ આંકડાનો ક્રેડિટ કાર્ડ નંબર તથા સીસી નંબર આપો. આમ કહેતાં ક્લાર્કે તેમના કાર્ડની વિગત આપ્યા બાદ ઓટીપી નંબર પણ ગઠિયાને આપી દીધો હતો.

ત્યાર બાદ  તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી  ગયાનો મેસેજ આવતાં તે ચોંકી ગયા હતા. આ ગઠિયાએ ક્લાર્કના ખાતામાંથી ૨૨,૯૮૦ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ક્લાર્કને તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

4
નકલી પોલીસ બની લૂંટ કરતા શખ્સ સામે વધુ એક ફરિયાદ

હોટલમાંથી બહાર નીકળતાં કપલને પોલીસની ઓળખ આપી દાગીના અને રોકડ રકમ પડાવી લેતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં આરોપી વિરુદ્ધ વધુ એક લૂંટની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ નોંધાવી છે.

આનંદનગરમાં રહેતી ૩ર વર્ષીય યુવતીએ અલગ અલગ રાજ્યમાં કેટ‌િરંગનું કામકાજ સંભાળે છે. યુવતીનું કામકાજ છોકરા-છોકરીઓ પહોંચાડવાનું તેમજ સુપરવિઝનનું હોય છે.
થોડા દિવસ પહેલાં યુવતી તેના મિત્રને મળી રિક્ષામાં બેસી ઘરે જતી હતી ત્યારે ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક કારચાલકે ‌િરક્ષા ઊભી રખાવી હતી. કારચાલકે યુવતીને કહ્યું કે હું અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવું છું, મારે તમારી પૂછપરછ કરવી છે, જેથી યુવતીએ કહ્યું કે પહેલાં મને તમારું આઈકાર્ડ બતાવો. યુવતીએ આમ કહેતાં પોલીસની ઓળખાણ આપનારે આઈકાર્ડ બતાવ્યું હતું, જેમાં તેનું નામ સલીમમિયાં હુસેનમિયાં હતું, જેથી ‌િરક્ષાચાલક યુવતીને ઉતારી જતો રહ્યો હતો.

સલીમમિયાંએ યુવતીને ત્રણ કલાક સુધી અલગ અલગ જગ્યાએ ફેરવીને રસ્તામાં બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. સલીમમિયાંએ કાર ઊભી રાખી યુવતીને ચપ્પુ બતાવી કહ્યું કે તું જે કામકાજ કરે છે તેની મને જણકારી છે અને આ કામ ગેરકાયદે છે, જેથી તારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થશે તો તારી બદનામી થશે. તે યુવતીનો ફોન ચેક કરવા લાગ્યો હતો. સલીમ‌મિયાંએ યુવતીને કહ્યું કે તારા વિરુદ્ધ ફરિયાદ દાખલ ન કરાવવી હોય તો પૈસા અને હાથમાં પહેરેલી સોનાની ચાર વીંટી મને આપી દે. યુવતીએ આપવાની ના પાડતાં તેણે બળજબરી કરી લઇ લીધા હતા અને કહ્યું કે કાલે તારી વધુ પૂછપરછ કરવાની છે, જેથી લાલ દરવાજા પોલીસચોકીએ બોલાવીશું, ત્યાં તને ચાર હજાર રૂપિયા અને ચાર સોનાની વીંટી પરત આપી દઈશ. 

ત્યારબાદ યુવતી તેના વતન જતી રહી હોવાથી તેણે ફરિયાદ કરી ન હતી, જેથી ગઈ કાલે યુવતીએ સલીમમિયાં હુસેનમિયાં વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ