બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલીએ સચિન-ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બન્યો નંબર વન બેટ્સમેન

ક્રિકેટ / વિરાટ કોહલીએ સચિન-ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બન્યો નંબર વન બેટ્સમેન

Ajitsinh Jadeja

Last Updated: 05:46 PM, 30 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli: વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું જેની સામે આફ્રિકન બોલરો ટકી શક્યા ન હતા.

Virat Kohli: વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું જેની સામે આફ્રિકન બોલરો ટકી શક્યા ન હતા. તેણે બોલરોને બરાબરના ધોઇ નાખ્યા, મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા. ભારતીય ટીમે અત્યાર સુધીમાં ચાર વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા છે.

કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ 120 બોલમાં કુલ 135 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. આ સદી સાથે તે દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વનડે સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં આફ્રિકન ટીમ સામે છ વનડે સદી ફટકારી છે. કોહલીએ સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન અને વોર્નરે વનડે ક્રિકેટમાં આફ્રિકન ટીમ સામે પાંચ સદી ફટકારી હતી. હવે કોહલીએ આ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને નંબર વન સ્થાન મેળવ્યું છે.

virat-kohli-simple

52મી વનડે સદી

વિરાટ કોહલી પહેલેથી વન ડે ક્રિકેટનો દિગ્ગજ ખેલાડી તરીકે જાણીતો છે. આ તેની 52મી વન ડે સદી છે. આ ફોર્મેટમાં તેનાથી વધુ સદીઓ બીજા કોઈ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવી નથી. સચિન તેંડુલકર 49 સદીઓ સાથે બીજા ક્રમે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, શાહિદ આફ્રિદીને પાછળ છોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

2008 માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરેલુ

વિરાટ કોહલીએ 2008 માં ભારતીય ટીમ માટે વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે. તેણે ટીમ ઇન્ડિયા માટે 306 વન ડે રમી છે, જેમાં કુલ 14,388 રન બનાવ્યા છે, જેમાં 52 સદી અને 75 અડધી સદીનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Sachin tendulkar Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ