બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / CPR to Snake Video: Snake Falls Unconscious After Being Drenched in Pesticide-Laced Water, MP Cop Tries to Save Its Life by Giving CPR

ખાખીની જીવદયા / VIDEO : બેભાન પડેલા સાપને મોંએથી શ્વાસ આપવા લાગ્યાં પોલીસ કોન્સ્ટેબલ, બચી જતાં છોડી મૂક્યો

Hiralal

Last Updated: 09:11 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના નર્મદાપુરમના પોલીસ કોન્સ્ટેબલ અતુલ વર્માના મોંએથી સાપને શ્વાસ આપવાનો વીડિયો વાયરલ થયો છે.

  • એમપીના નર્મદાપુરમના પોલીસ કોન્સ્ટેબલે સાપને બચાવ્યો
  • મોંએથી શ્વાસ આપીને જીવતો કર્યો
  • ઝેરી દવાવાળા પાણીથી સાપ બેભાન થઈ ગયો હતો 

એમપીના નર્મદાપુરમના પોલીસ કોન્સ્ટેબલે એક અદ્દભુત માનવતાનું કામ કર્યું છે. જોતા જ લોકો સાપને મારી નાખે છે પરંતુ અહીં તો બેભાન પડેલા સાપને મોંએથી શ્વાસ આપીને તેમણે તેને જીવતો કર્યો હતો. મધ્યપ્રદેશના એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં પોલીસકર્મી સાપને પોતાના હાથમાં ઉઠાવીને કાન પાસે રાખીને તે જીવે છે કે નહીં તે ચેક કરતાં જોવા મળ્યાં હતા, તે જીવતો હોવાનું લાગતાં તેઓ સાપને મોંએથી શ્વાસ આપવા લાગ્યાં હતા અને થોડી વારના શ્વાસ બાદ સાપમાં પ્રાણનો સંચાર થયો હતો અને તે જીવતો થયો હતો જે પછી તેમણે તેને જંગલમાં છોડી મૂક્યો હતો. 

કોણ છે પોલીસકર્મી 
વીડિયોમાં દેખાતા પોલીસકર્મીની ઓળખ અતુલ શર્મા તરીકે થઈ રહી છે. તે નર્મદાપુરમની હરચંદ સેમરી ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. એવું કહેવામાં આવે છે કે તેમને તાવા કોલોનીમાં સાપની શોધ વિશે માહિતી મળી હતી. ઘટના સ્થળે પહોંચીને તેમણે જોયું કે સાપ બેભાન છે. તે ચાલવામાં પણ અસમર્થ હતો. અતુલ શર્માએ જણાવ્યું કે, સાપના શરીરમાં ગંદુ પાણી ગયું હતું, જેમાં જંતુનાશક દવા ભેળવવામાં આવી હતી. જે પછી તેમણે સાપને શ્વાસ આપીને જીવતો કર્યો હતો. 

સાપના પેટમાંથી ઝેરી પાણી પણ કાઢ્યું 
કહેવામાં આવ્યું કે લોકોએ સાપને હટાવવા માટે ઘરમાં જંતુનાશકો મિશ્રિત પાણી ભરી દીધું હતું, જે સાપે પીધું હતું. અતુલ શર્માએ સાપના પેટમાંથી પાણી પણ કાઢીને તેને ચોખ્ખું પાણી આપ્યું હતું. સાપ સંપૂર્ણ સ્થિતિમાં આવ્યા પછી, તેઓએ તેને જંગલમાં છોડી દીધો. જો કે પશુ ચિકિત્સકોનું કહેવું છે કે સાપને આ રીતે સીપીઆર આપવું શક્ય નથી. સાપે પોતાની જાતને પર્યાવરણ સાથે અનુકૂળ કરી લીધી હશે, તેથી તે યોગ્ય સ્થિતિમાં પાછો આવ્યો હોવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ