બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / covid 19 wearing a mask is no longer mandatory in britain pm boris johnson said omicrons peak is over

BIG NEWS / લ્યો કરો વાત! આ દેશે કોરોનાનાં તમામ નિયમો નેવે મૂક્યા, માસ્ક પણ નહીં પહેરવાનું

Dharmishtha

Last Updated: 07:51 AM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના પીએમ બોરિસ જોનસન ગત બુધવાર દેશમાં ફરજિયાત માસ્ક પહેરવા સહિતના અન્ય પ્રતિબંધો હટાવવાનું એલાન કર્યુ છે.

  • જોનસને માસ્ક સહિતના કોરોનાના નિયમો મરજિયાત કર્યા
  • ઓમિક્રોન લગભગ પોતાના પીક પર- બોરિસ જોનસન
  •  બ્રિટનમાં હવે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું નથી કહેવામાં આવ્યું

જોનસને માસ્ક સહિતના કોરોનાના નિયમો મરજિયાત કર્યા

દુનિયાભરમાં કોરોનાના કહેરની વચ્ચે બ્રિટનના પીએમ બોરિસ જોનસન ગત બુધવાર દેશમાં ફરજિયાત માસ્ક પહેરવા સહિતના અન્ય પ્રતિબંધો હટાવવાનું એલાન કર્યુ છે. પીએમ જોનસને કહ્યું કે અમારી વૈજ્ઞાનિકોનું માનવું છે કે દેશમાં કોરોનાએ નવા વેરિએન્ટ ઓમિક્રોનની લહેરનો પીક આવી ચૂક્યો છે. તેવામાં હવે સરકાર તરફથી માસ્ક પહેરવું મરજિયાત કરી શકાય  છે.

 બ્રિટનમાં હવે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું નથી કહેવામાં આવ્યું

જોનસને કહ્યું કે દેશમાં ઓમિક્રોનની સ્થિતિને જોતા અનેક પ્રતિબંધોમાં છુટ મળ્યા બાદ બ્રિટનમાં હવે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું નથી કહેવામાં આવ્યું. ત્યારે સરકાર તરફથી લોકોને દરેક જગ્યો પર ફરજિયાત માસ્ક પહેરવાના નિયમોને ખતમ કરી દીધા છે. હવે લોકો ઈચ્છે તે પબ્લિક પ્લેસ પર માસ્ક વગર ફરી શકાય છે. આની સાથે સાથે જ્લ્દી સ્કૂલ કક્ષાઓમાં ફરજિયાન રુપથી માસ્ક પહેરવાનો નિયમ નહીં રહે.

ઓમિક્રોન લગભગ પોતાના પીક પર

જોનસને સંસદને જણાવ્યું કે નવા આંકડા દર્શાવે છે કે દેશમાં ઓમિક્રોમ લગભગ પોતાના પીક પર પહોંચી ગયા છે. જે બાદ કોરોના પ્રતિબંધોમાં છુટ આપી શકાય છે. પીએમનું કહેવું છે કે એટલા માટે આજે સવારે મંત્રિ મંડળે નિર્ણય કર્યો છે કે બૂસ્ટર ડોઝને અસાધારણ અભિયાન અને જનતા દ્વારા પ્લાન બી સાવધાની ઉપાયોને લઈને જારી કરવામાં આવેલી પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખી આવતા અઠવાડિયાને ગુરુવારથી પ્લાન-એ તરફ પાછા ફરી શકે છે અને પ્લાન બીના પ્રતિબંધોને સમાપ્ત કરી શકે છે.

દુનિયામાં 30.17 લાખ લોકો કોરોના સંક્રમિત

ત્યારે બીજી તરફ દુનિયામાં ગત દિવસોમાં જારી રિપોર્ટ મુજબ 30.17 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે 8039 લોકોના મોત થયા છે. આ ઉપરાંત WHOએ ચેતવણી આપતા કહ્યું હતુ કે ઓમિક્રોનને હળવામાં ન લેવું સમજદારી છે. તેમણે કહ્યું કે કોરોનાના અન્ય વેરિએન્ટ પણ આવી શકે છે. એટલા માટે તમામ દેશોને સતર્ક રહેલાની જરુર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Boris Johnson Britain pm covid 19 ગાઈડલાઈન બોરિસ જોનસન લંડન Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ