ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Covid 19 lockdown hotel corona banaskantha gujarat

VIRAL / ગુજરાતમાં અહીંયા 5 વર્ષ પહેલા હોટલનું નામ રાખ્યુ હતુ કોરોના, હવે સેલ્ફી પૉઇન્ટ બની

Published By: Juhi

Last Updated: 09:13 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં લોકો કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસના નામથી લોકોના મનમાં ડર દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે આ જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2015 ના જ કોરોના આવી ચૂક્યો છે.

ADVERTISEMENT

  • ગુજરાતમાં છે હોટલ કોરોના 
  • વર્ષ 2015 માં શરૂ થઇ હતી હોટલ કોરોના 

જી હા, જોકે આ કોરોના વાયરસની વાત નથી કરી રહ્યા અમે વાત કરી રહ્યા છે બનાસકાંઠામાં આવેલી હોટલ કોરોના વિશે.બનાસકાંઠામાં રાજસ્થાન બોર્ડર પર આવેલી અમીરગઢમાં કોરોના નામ પરની હોટલ જોઇને લોકો ચોંકી જાય છે. બનાસકાંઠામાં આવેલી આ હોટલની શરૂઆત 2015માં થઇ હતી. જોકે લૉકડાઉનને કારણે હાલમાં આ હોટલ બંધ છે. પરંતુ કોરોના નામની આ હોટલની સામે લોકો ઉભા રહીને પોતાની સેલ્ફી અને ફોટોઝ લે છે. લોકોની વચ્ચે આકર્ષણ બનેલી આ હોટલ હવે સેલ્ફી પૉઇન્ટ બની ગઇ છે. 

ઉર્દૂ શબ્દ પરથી રાખ્યુ નામ 

હોટલ કોરોનાને શરૂ કરનાર બરકતભાઇ ઉત્તર ગુજરાતના સિદ્ઘપુરના રહેવાસી છે. બરકતભાઇએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, વર્ષ 2015 માં આ હોટલને શરૂ કરતા શું નામ રાખીએ, તેનો વિચાર આવ્યો. જ્યારે ઉર્દૂમાં કોરોના શબ્દ યાદ આવ્યો. ઉર્દૂમાં કોરોનાનો મતલબ સ્ટાર ગેલેક્સી થાય. લૉકડાઉનને કારણે જ્યારે પણ લોકો રાજસ્તાનના જોધપુર, પાલી જતા હોય આ હાઇવે પરથી પસાર થાય છે ત્યારે કોરોના હોટલ જોઇને ચોંકી જાય છે. 

કોરોના વાયરસની મહામારી વિશ્વભરમાં ફેલાઇ ગઇ છે. આ વચ્ચે બરકતભાઇએ કહ્યુ કે, પહેલા લોકો હાઇવે પર કોરોનાને હોટલની જેમ જોતા હતા. પરંતુ આ બિમારી આવ્યા પછી લોકો અહીંયા ઉભા રહે છે અને બોર્ડના સાથે સેલ્ફી અથવા તો ફોટો ક્લિક કરતા જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hotel Corona India Social Media gujarat viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ