ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / covid 19 Effect Now Ball Tampering Could Be Legal In Cricket

બદલાવ / કોરોનાનો ભય હવે ક્રિકેટમાં પણ, હવે બોલ સાથે બોલર્સ આવું નહીં કરી શકે

Published By: Juhi

Last Updated: 04:33 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ક્રિકેટમાં બૉલ ટેમ્પરિંગને અલગ રીતથી લીગલ કરવામાં આવશે ?જાણીને ચોંકવાની જરૂર નથી, કોરોના વાયરસને કરાણે એક ખાસ રીત બૉલને કૃત્રિમ વસ્તુની મદદથી ચમકાવવા માટે વિચાર કરવામાં આવી શકે છે. દરેક ક્રિકેટ ફેન્સને ખબર હશે, કે ગેમમાં બૉલને ચમકાવવા માટે ખેલાડીઓ પોતાની લાળ કે થૂંકનો ઉપયોગ કરી છે અને ક્રિકેટની રમતમાં આ સામાન્ય છે, પરંતુ આ મહામારીને કારણે ક્રિકેટરોને સાવધાન થવાની જરૂર છે. પરંતુ બૉલરોની સામે સમસ્યા છે કે બૉલને સ્વિંગ કરવાનું કામ તેમના માટે મુશ્કેલ થઇ જશે.

ADVERTISEMENT

  • ICC કરી રહ્યુ છે વિચાર, બૉલ પર થૂ લગાવવાને નહી મળે પરવાનગી
  • જો લાળ કે થૂક લગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તો બૉલર્સને આપવામાં આવશે ઘણી છૂટ
  • લાળથી બૉલની શાઇન ચમકદાર રાખે છે ખેલાડી, સ્વિંગ બૉલિંગમાં મળે છે મદદ
  • લાળ લગાવવા પર પ્રતિબંધ લાગ્યો તો જે બાબતો બૉલ ટેમ્પરિંગના દાયરામાં છે તેને મળી શકે છે છૂટ

થૂંક કે લાળ ના લગાવવાથી બૉલને ચમકાવવા માટે હવે કૃત્રિમ પદાર્થનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાના વિચાર કરવામાં આવી શકે છે, જે એમ્પાયરોનીની દેખરેખમાં હશે. હવે બીજા શબ્દોમાં કહીએ તો બૉલની સાથે છેડછાડ કરવાની પરવાગની કહી શકાય છે. 

ICC મેડિકલ કમિટીએ કહ્યું કે, "ખેલાડીઓ બોલને શાઇન કરવા માટે થૂંકનો ઉપયોગ કરે છે. આપણે આ બાબતે કોઈ સોલ્યુશન લાવવું પડશે. જ્યારે પણ ક્રિકેટ શરૂ થાય ત્યારે, બોલિંગ ટીમ થૂંક લગાવ્યા વગર બોલને શાઇન કરી શકે તે જરૂરી છે." ICC વિચારે છે ખેલાડીઓને બોલને શાઇન કરાવવા માટે આર્ટિફિશિયલ વસ્તુઓની પરવાનગી આપવી જોઈએ. જોકે, એક શરત એ પણ રહેશે કે તેઓ આ રીતે બોલને અમ્પાયરની સામે જ શાઇન કરી શકશે.

ICCની મેડિકલ કમિટીના હેડ ડોકટર પીટર હેરકોર્ટે કહ્યું કે, "કોરોના વિશે હજી ઘણું જાણવાનું બાકી છે, તેથી નિર્ણય લેવા અઘરા છે. અત્યારે અમારી ટીમ એ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે, જેનાથી તકલીફ થઈ શકે છે. અમે ક્રિકેટના કમબેકનો રોડમેપ બનાવી રહ્યા છીએ. જેમાં પ્લેયર પ્રિપેરેશનથી લઈને સરકારના પ્રતિબંધ સુધી બધી વસ્તુઓનો સમાવેશ થશે. અમે નવી એડવાઇઝરી જાહેર કરીશું."

ICC ક્રિકેટ કમિટી અને મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ની વર્લ્ડ ક્રિકેટ કમિટી ક્રિકેટ શરૂ થાય તે પહેલા વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલ ટેમ્પરિંગ અંગેના નવા નિયમના નિષ્કર્ષ પર આવશે. તેમજ તે દરમિયાન ક્રિકેટના કમબેક અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાના સ્ટીવ સ્મિથની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને માર્ચ 2018 માં બૉલ ટેમ્પરિંગને કારણે શરમજનક થવુ પડ્યુ હતુ, જેણે લઇને પૂર્વ ઑસ્ટ્રેલિયાઇ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સહિત અન્ય દિગ્ગજોએ ખેલાડીઓની ટીકા કરી હતી. કેપટાઉનમાં થયેલી આ ટેસ્ટમાં સ્મિથ અને ડેવિટ વૉર્નર પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જ્યારે કૈમરૂન બેનક્રાફટને 9 મહિના માટે બેન કર્યો હતો. આ ત્રણ ખેલાડીઓએ સેંડપેપરનો ઉપયોગ કરીને બૉલની સાથે છેડછાડ કરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket covid 19 sports Changes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ