બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / coronavirus vadodara lockdown positive report

coronavirus / કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લોક કરવામાં આવ્યો

Divyesh

Last Updated: 11:33 AM, 10 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજરોજ રાજ્યમાં નવા પોઝિટિવ 46 કેસ નોંધાયા છે, જેને લઇને કુલ આંકડો 308 પર પહોંચી ગયો છે. ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં 21 લોકોના કોરનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતા. જેને તંત્ર હરકતમાં આવ્યું છે.

  • વડોદરા શહેરમાં તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લોક કરાયો
  • કોઈ વ્યક્તિ બહાર ન નિકળે તે માટે કરાઈ વ્યવસ્થા
  • એન્ટ્રીના તમામ રસ્તા પર તંત્ર દ્વારા લગાવાયા પતરા

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના 21 લોકોના કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આમ એક જ વિસ્તારમાં 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઇને તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લોક કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ બહાર ન નિકળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના એન્ટ્રીના તમામ રસ્તા પર પતરા લગાવવામાં આવ્યા છે.  મચ્છી પીઠ, સૈયદપુરા, ટાવરના ચાર રસ્તા બ્લોક કરી દેવાયા છે. તમામ વિસ્તારમાં પોલીસ અને SRPના જવાનો તૈનાત કરાયા છે. કોઈ પણ વ્યક્તિને બહાર અથવા બહારના વ્યક્તિને અંદર જવા પર પ્રતિબંધ લગાવાયો છે.

ગુજરાતમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2નાં મોત નિપજ્યાં છે. જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ 308 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ગઇકાલ સાંજથી અત્યારે સવાર સુધીમાં અમદાવાદમાં 11, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ