બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / coronavirus outbreak updates of 1st may 2020 and lockdown

લૉકડાઉન / અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને વતન પહોંચાડવા ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને આપ્યાં આદેશ

Kavan

Last Updated: 04:48 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને આ સ્થિતિને બેકાબૂ થતી અટકાવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર લૉકડાઉન જાહેર કરતા તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ બંધ થતાં કેટલાય પ્રવાસી લોકો પોતાના વતન પહોંચી શક્યા નથી. ત્યારે તાજેતરમાં ગૃહમંત્રાલયે લૉકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ તથઆ અન્ય લોકોને પોતાના માદરે વતન મોકલવા માટે ખાસ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી છે.

ગૃહ મંત્રાલયે આ અંગે નોટિફિકેશન જાહેર કરીને તમામ રાજ્યોને લૉકડાઉન વચ્ચે ફસાયેલા લોકોને પોતાના વતનમાં પહોંચાડવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવા માટે મંજૂરી આપી છે, આ સાથે રેલવેની અન્ય વ્યવસ્થા રેલવે બોર્ડ કરશે તેવું પણ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું. 

મહત્વનું છે કે ગૃહમંત્રાલયે અગાઉ શ્રમિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને અન્ય રાજ્યોમાંથી પોતાના રાજ્યોમાં જવાની છૂટ આપી હતી. જેમાં બસો દ્વારા વ્યવસ્થા કરવાનું રાજ્ય સરકારને કહેવાયું હતું. પરંતુ આ બાબતે એવી માંગ ઊઠી હતી કે બસ કરતા રેલ્વે દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ જેથી જલ્દીથી આ કામ પૂર્ણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે પણ મોદી સરકારને આવું જ સૂચન કર્યુ હતું. 

રેલ્વે મંત્રાલયે શું કહ્યું?

પ્રોટોકોલ પ્રમાણે બંને રાજ્યોની અનુમતિથી પોઈન્ટ ટુ પોઈન્ટ ફસાયેલા લોકોને લેવા અને લાવવા માટે ટ્રેનો ચલાવવામાં આવશે. રાજ્યો દ્વારા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવાનું રહેશે અને જે લોકોને કઈ લક્ષણો નહીં હોય તેમને જ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાશે. રાજ્ય સરકારે પ્રવાસીઓનો સમૂહને સેનેટાઈઝ કરેલી બસમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી નક્કી કરાયેલા સ્ટેશન પર મોકલવાની વ્યવસ્થા કરવાની રહેશે. આગમન સમયે રાજ્ય સરકારે મુસાફરોના સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવાની રહેશે અને જરૂર લાગે તો ક્વોરન્ટાઈન કરવાના રહેશે.

રેલવે ઝોન્સને મળ્યા નિર્દેશ 

રેલ મંત્રાલયે પોતાના તમામ ઝોન્સ માટે નિર્દેશ જાહેર કર્યા છે. તેમમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યોની જરૂરીઆતની તપાસ કરો અને બધુ જ યોગ્ય લાગે તો આજ-કાલના ખાસ ટ્રેન શરૂ કરવામાં આવે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે મહારાષ્ટ્રને પોતાના વર્કર્સને પરત લાવવા માટેના ક્લિયરન્સ આપી દીધા છે. 

રેલવેને છે આ વાતનો ડર 

રેલવે માટે મુશ્કેલીની વાત એ છે કે, ટ્રેન શરૂ કરવાના આદેશ બાદ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ એકઠી ન થાય. મુંબઇમાં આવી અફવાને કારણે હજારો પ્રવાસી શ્રમિકો ઘરે જવા માટે બાન્દ્રા સ્ટેશન પર જમા થયાં હતા. જો આવું થશે તો સ્થિતિ વધુ વણસી જશે અને કોરોના વાયરસના ફેલાવાનો ભય પણ વધી જશે. 

ગૃહમંત્રાલય દ્વારા પહેલા અગાઉ બસ દ્વારા વતન પહોંચાડવાની ગાઈડલાઈન જાહેર થઈ હતી.

  • કેન્દ્ર  સરકારે આ ગાઈડનલાઈનમાં કહ્યું છે કે તમામ રાજ્યોએ લોકોને મોકલવા અને આવવા દેવા માટે નોડલ ઓથોરિટી અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવા પડશે. આ માટે રજિસ્ટર પણ મેઇન્ટેઈન કરવું પડશે.
  • જો સમૂહમાં લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો આંતરિક સમજૂતીથી રોડ માર્ગે મોકલવાના રહેશે.
  • દરેક વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણો નહીં જણાય તો જ તેને જવા દેવાની મંજૂરી અપાશે
  • ફસાયેલા લોકોને સ્થળાંતરિત કરવા માટે બસોનો ઉપયોગ કરાશે. બસને વ્યવસ્થિત સેનેટાઈઝ કરવી પડશે અને સીટિંગ વ્યવસ્થામાં ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
  • આગમન સમયે રાજ્યના સ્થાનિક તંત્રએ વ્યક્તિની તપાસ કરવાની રહેશે અને જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન જણાય તો તેમને હોમ ક્વૉરન્ટાઈન રાખવા પડશે. તેમની હેલ્થ પર સતત વૉચ રાખવી પડશે અને આ માટે આરોગ્ય સેતુનો ઉપયોગ કરવાનો રહેશે.

બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોની માંગ બાદ ગૃહ મંત્રાલયે અલગ અલગ સ્થળો પર ફંસાયેલા પ્રવાસી મજૂરો, તીર્થયાત્રીઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની અવરજવર માટે નવી ગાઇડલાઇન તૈયાર કરી છે. નવી ગાઇડલાઇન અનુસાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાના નોડલ અધિકારી નિયુક્ત કરવા અને આવા ફંસાયેલા લોકોને પરત મોકલવા અને લાવવા માટે એક SOPની તૈનાતી કરવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ