બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus keeping schools closed world bank education director jaime saavedra

નિવેદન / હૉટલ અને મૉલ ખુલ્લાં રાખીને શાળાઓ બંધ કરવાનો કોઈ ફાયદો નથી: વર્લ્ડ બૅન્ક

Dharmishtha

Last Updated: 10:03 AM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ બેંકના વૈશ્વિક શિક્ષા નિદેશક જૈમ સાવેદ્રાએ કહ્યું કે સ્કૂલો બંધ રાખવી વ્યાજબી નથી અને ભલે નવી લહેર આવે સ્કૂલ બંધ કરવું છેલ્લો ઉપાય હોવો જોઈએ.

  • સ્કૂલો બંધ રાખવી વ્યાજબી નથી-  જૈમ સાવેદ્રા
  • ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ-જૈમ સાવેદ્રા
  • આપણને હજું પણ નથી ખબર કે મહારમારીને પહોંચી વળવાની સૌથી સારી રીત શું છે 

સ્કૂલો બંધ રાખવી વ્યાજબી નથી-  જૈમ સાવેદ્રા

વિશ્વ બેંકના વૈશ્વિક શિક્ષા નિદેશક જૈમ સાવેદ્રા અનુસાર મહામારીને જોતા સ્કૂલોને બંધ રાખવામાં હવે વ્યાજબી નથી અને ભલે નવી લહેર આવે સ્કૂલ બંધ કરવું છેલ્લો ઉપાય હોવો જોઈએ. સાવેદ્રાની ટીમ શિક્ષા ક્ષેત્ર પર કોરોનાની અસર પર નજર રાખી રહી છે.  તેમણે કહ્યું કે આ વાતના કોઈ પુરાવા નથી કે સ્કૂલોને ફરીથી ખોલવાથી કોરોનાના મામલામાં વૃદ્ધિ થઈ છે અને સ્કૂલ સુરક્ષિત સ્થાને નથી. સાવેદ્રાએ કહ્યું કે લોક નીતિની દ્રષ્ટિએ બાળકોના રસીકરણ સુધી રાહ જોવાનો કોઈ મતલબ નથી. કેમ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી.

ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ-જૈમ સાવેદ્રા

વોશિંગ્ટનથી પીટીઆઈ સાથેની ઈન્ટરવ્યૂહમાં સાવેદ્રાએ કહ્યું કે સ્કૂલ ખોલવા અને કોરોના વાયરસના પ્રસારની વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેને જોડાવાના કોઈ પુરાવા નથી અને હવે સ્કૂલોને બંધ રાખવામાં કોઈ ઓચિત્ય નથી. ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ.

સ્કૂલ બંધ થવાનો ખર્ચ વધારે થઈ જાય છે

તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવાનો કોઈ મતલબ નથી કોઈ બહાનું ન હોઈ શકે. વિશ્વ બૈંકના વિભિન્ન અધ્યયન અનુસાર જો સ્કૂલ ખોલવામાં આવે છે તો બાળકો માટે સ્વાસ્થ્ય જોખમ ઓછું થઈ જાય છે અને બંધ થવાનો ખર્ચ વધારે થઈ જાય છે.

આપણને હજું પણ નથી ખબર કે મહારમારીને પહોંચી વળવાની સૌથી સારી રીત શું છે 

તેમણે કહ્યું કે 2020 દરમિયાન આપણે અણસમજમાં પગલા ભરી રહ્યા હતા. આપણને હજું પણ નથી ખબર કે મહારમારીને પહોંચી વળવાની સૌથી સારી રીત શું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં તત્કાલ સ્કૂલો બંધ કરવાના પગલ ભરવામાં આવ્યા છે. ત્યારથી ઘણો સમય વીતી ગયો છે અને 2020 અને 2021માં અનેક લહેર આવી ચૂકી છે.

બાળકોના રસીકરણ નહીં થવાની ચિંતાઓ અંગે પુછવા પર તેમણે કહ્યું કે એવો કોઈ દેશ નથી કે જેણે બાળકોના રસીકરણ બાદ સ્કૂલોને ફરી ખોલવાની શરત રાખી હોય. કેમ કે આની પાછળ કોઈ વિજ્ઞાન નથી અને લોક નીતિની નજરથી આનો કોઈ મતલબ નથી.

... અસર પહેલાની સરખામણીએ વધારે ગંભીર છે

ભારતમાં મહામારીના કારણે સ્કૂલો બંધ થવા અંગે સાવેદ્રાએ કહ્યું કે અસર પહેલાની સરખામણીએ વધારે ગંભીર છે અને અભ્યાસના નુકસાનનો અંદાજો વધારે રહેવાની આશંકા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus education director jaime saavedra કોરોના વાયરસ બાળકો સ્કૂલ Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ