બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / coronavirus india updates india crosses 2 lakh covid 19 cases

Coronavirus / ભારતમાં કોરોનાના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો, 24 કલાકમાં 8909 નવા કેસ

Dharmishtha

Last Updated: 12:45 PM, 3 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનમાં છુટછાટની વચ્ચે દેશમાં કોરોના વાયરસના ઝડપી વધારો થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 2 લાખને પાર પહોંચી ગઈ છેય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 2, 07, 615 થઈ ગઈ છે.જ્યારે કે આ વાયરસથી અત્યાર સુધીમાં 5815 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે 24 કલાકમાં કોરોનાના 8,909 નવા કેસ સામે આવ્યા છે. અને 217 લોકોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે 1, 00, 303 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ગયા છે. રિકવરી રેટ 48.21 ટકા પહોંચી ગયો છે.

  • ભારતમાં કોરોનાના કેસ 2 લાખને પાર પહોંચ્યા
  • ભારત કોરોનાના કેસની સંખ્યા મુદ્દે વિશ્વના  7માં ક્રમ પહોંચ્યું
  • છેલ્લા 24 કલાકમાં 8,909 નવા કેસ સામે આવ્યા છે

કોરોના વાયરસના કેસમાં વધારા થવાની વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતુ કે ભારત આ બિમારીના શિખરથી ખૂબ દૂર છે અને તેનાથી બચવાના પગલાં "ખૂબ અસરકારક" રહ્યા છે. ત્યારે સરકારે કહ્યું કે તે અન્ય દેશોની સરખામણીએ સ્થિતિ ઘણી સારી છે. કોવિડ -19 પરિસ્થિતિ અંગે પત્રકારોને સંબોધન કરતાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે માત્ર કેસની કુલ સંખ્યા અને ભારતના સાતમા ક્રમન પર ધ્યાન કેન્દ્રિત કરવું ખોટું  છે. તેમણે કહ્યું કે દેશોની વસ્તી તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

તેમણે કહ્યું કે 14 દેશોની કુલ વસ્તી  ભારતની વસ્તી બરાબર છે.  ત્યાં કોરોના વાયરસથી 55.2 ગણા વધુ મૃત્યુ થયા છે. અગ્રવાલે કહ્યું કે, કોવિડ -19 ના કિસ્સામાં આપણો મૃત્યુ દર 2.82 ટકા છે અને તે વિશ્વમાં સૌથી નીચો છે .જ્યારે વૈશ્વિક મૃત્યુ દર 6.13 ટકા છે. સમયસર કેસોની ઓળખ અને યોગ્ય ક્લિનિકલ મેનેજમેન્ટને કારણે આ પણ આ મેળવી શક્યા છીએ. 

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની યાદીમાં દિલ્હી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. મંગળવારે દિલ્હીમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ગઈકાલે અહીં 1298 નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં કુલ 22132 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 497 દર્દીઓ સાજા થયા હતા. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 9243 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 11 દર્દીઓનાં મોત નીપજ્યાં. પરંતુ 22 મોત 19 એપ્રિલથી 30 મેની વચ્ચે થયા. જેમની રિપોર્ટ  મોડી થઈ હતી. જેના કારણે દિલ્હીમાં કોરોનાથી મરનારાની સંખ્યા 523 થી વધીને 556 થઈ ગઈ છે.

વિશ્વના કોરોનાથી સૌથી પ્રભાવિત 10 દેશોની યાદીમાં ભારત 7 મા ક્રમે છે. આ યાદીમાં અમેરિકા 18 લાખથી વધુ કેસ સાથે પ્રથમ નંબરે છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1 લાખ 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે 5 લાખ 26 હજાર ચેપગ્રસ્તના આંકડા સાથે બ્રાઝિલ બીજા સ્થાને છે. અહીં અત્યાર સુધીમાં લગભગ 30 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. રશિયા ત્રીજા નંબર પર છે અહીં 4 લાખ 14 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 4800 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 

S. No. Name of State / UT Active Cases* Cured/Discharged/Migrated* Deaths**

Total Confirmed cases*

1 Andaman and Nicobar Islands 0 33 0 33
2 Andhra Pradesh 1413 2421 64 3898
3 Arunachal Pradesh 21 1 0 22
4 Assam 1185 324 4 1513
5 Bihar 2185 1946 24 4155
6 Chandigarh 82 214 5 301
7 Chhattisgarh 433 130 1 564
8 Dadar Nagar Haveli 3 1 0 4
9 Delhi 12333 9243 556 22132
10 Goa 22 57 0 79
11 Gujarat 4631 11894 1092 17617
12 Haryana 1560 1069 23 2652
13 Himachal Pradesh 200 140 5 345
14 Jammu and Kashmir 1732 953 33 2718
15 Jharkhand 387 320 5 712
16 Karnataka 2341 1403 52 3796
17 Kerala 774 627 11 1412
18 Ladakh 33 47 1 81
19 Madhya Pradesh 2835 5221 364 8420
20 Maharashtra 38502 31333 2465 72300
21 Manipur 75 14 0 89
22 Meghalaya 14 12 1 27
23 Mizoram 12 1 0 13
24 Nagaland 49 0 0 49
25 Odisha 913 1325 7 2245
26 Puducherry 57 25 0 82
27 Punjab 279 2017 46 2342
28 Rajasthan 2735 6435 203 9373
29 Sikkim 1 0 0 1
30 Tamil Nadu 10683 13706 197 24586
31 Telengana 1273 1526 92 2891
32 Tripura 295 173 0 468
33 Uttarakhand 784 252 7 1043
34 Uttar Pradesh 3109 5030 222 8361
35 West Bengal 3423 2410 335 6168
 

Cases being reassigned to states

7123     7123
  Total# 101497 100303 5815 207615
*(Including foreign Nationals)
**( more than 70% cases due to comorbidities )
#States wise distribution is subject to further verification and reconciliation
#Our figures are being reconciled with ICMR

( Table Source : https://www.mohfw.gov.in/?fbclid=IwAR3LOIoiGjtZ-lWa6zDGoh8WtSA3wG7T0ilRHa-yxTbkJT8Z_9n1woXHnuk )

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ