બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Ahmedabad 11 contentment zone closed east ahmedabad are open now

છૂટછાટ / હવે પૂર્વ અમદાવાદ પણ ધમધમતું થશે, 11 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉત્પાદન એકમોને મંજૂરી

Gayatri

Last Updated: 09:51 PM, 20 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય કરવા માટે પૂર્વના અન્ય વિસ્તારમાં પણ લોકડાઉનમાં ઉત્પાદન એકમોને છૂટછાટ આપવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેઇનમેંટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય થશે. AMC દ્વારા  મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના પૂર્વ વિસ્તારના બંધ રાખવામાં આવેલા વિસ્તારોમાં ઉત્પાદન એકમોને છૂટછાટ આપવામાં આવી છે. 

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંઓ ની સમીક્ષા માટેની આઠમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે 12 વાગે યોજાએલી બેઠકમાં મનપા કમિશનર મુકેશ કુમારે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે વિગતવાર ચર્ચા કરીને પૂર્વ વિસ્તારમાં પણ કન્ટેનમેન્ટ જોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. 

તા.18 મે 2020  મુજબ હવે અમદાવાદ શહેરના કન્ટેન્સેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં એટલે કે, સાબરમતી નદીના પૂર્વ વિસ્તાર સહિત, તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવેલ છે. આવી છૂટ રાજય સરકારના ઉદ્યોગ વિભાગના વખતો વખતના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અને સૂચનાઓને આધિન રહેશે. તે મુજબ હવે પશ્ચિમ વિસ્તાર ઉપરાંત પૂર્વ વિસ્તારોમાં પણ ઉત્પાદનની પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવેલ છે.

પૂર્વ અમદાવાદમાં ક્યા વિસ્તારમાં છૂટછાટ?

શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર
શૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની , સરદારનગર , નરોડા
ભાઈપુરા, હાટકેશ્વર, અમરાઈવાડી, વિરાટનગરમાં પણ મળશે છૂટ
ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, ઇન્દ્રપુરીમાં એકમોને છૂટ
ખોખરા, ઇસનપુર, વટવા, લાંભામાં ઔદ્યોગિક એકમો મંજૂરી મળી 

શહેરના ક્યા વિસ્તારમાં મંજૂરી નહીં?


શહેરના 10 વોર્ડના વિસ્તારોમાં વિસ્તારોમાં મંજૂરી નહી 
ખાડીયા, જમાલપુર, શાહપુર, દાણીલીમડામાં મંજૂરી નહી
કાલુપુર, સરસપુર, મણિનગર, બહેરામપુરામાં નહી ખુલે દુકાનો
અસારવા અને આસ્ટોડિયામાં પણ હજુ સુધી મંજૂરી નહી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ