બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / coronavirus coronavirus outbreak china italy iran update

Coronavirus / કોરોના વાયરસની મહામારીએ અત્યાર સુધીમાં આટલાં હજાર લોકોનો ભોગ લીધો, 162 દેશોમાં હાહાકાર

Mehul

Last Updated: 02:29 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવલેણ કોરોના વાઈરસ આજે સવાર સુધીમાં દુનિયાના 162 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના ચેપના કુલ 1,82,547 કેસ સામે આવ્યા છે. આજે સવાર સુધીમાં કોરોનાના કારણે થયેલાં મૃત્યુનો આંક વધીને 7,164 થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે 79,881 લોકો સારવાર બાદ કોરોનાના ચેપથી સ્વસ્થ થઈ ગયા છે.

  • 'ગેમ ઓફ થ્રોન્સ' સ્ટાર ક્રિસ્ટોફર હિવજૂને કોરોનાનો ચેપ લાગ્યો
  • 'જેમ્સ બોન્ડ' ફિલ્મની અભિનેત્રી ઓલ્ગા કુરિલેન્કોને પણ કોરોનાનો ચેપ
  • ચીન પછી હવે યુરોપમાં પણ ઘાતક કોરોના વાઈરસની મહામારી ઝડપભેર ફેલાઈ રહી છે

બહુચર્ચિત ફિલ્મ 'ગેમ ઓફ થ્રોન્સ'થી જાણીતા બનેલા હોલિવૂડ સ્ટાર ક્રિસ્ટોફર હિવજૂ, સુપરસ્ટાર ઈદરિસ એલ્બા અને 'જેમ્સ બોન્ડ' સિરીઝની ફિલ્મની અભિનેત્રી ઓલ્ગા કુરિલેન્કો પણ કોરોના વાઈરસ પોઝિટિવ હોવાના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. ક્રિસ્ટોફર અને ઈદરિસે ખુદ સોશિયલ મીડિયા પર પોતે કોરોનાગ્રસ્ત હોવાની જાણકારી આપી છે. 40 વર્ષીય અભિનેત્રી ઓલ્ગાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી જણાવ્યું છે કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ઘરમાં જ આઈસોલેશનમાં રહેવા લાગી છે.

ચીન પછી હવે યુરોપમાં પણ ઘાતક કોરોના વાઈરસની મહામારી ઝડપભેર ફેલાઈ રહી છે. ઈટાલી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઈટાલીની સ્થિતિ હાલ ચીન કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ છે. અહીં કોરોનાના કારણે એક જ દિવસમાં 349 લોકોનાં મોત નીપજ્યાં છે એટલે કે ઈટાલીમાં છેલ્લા 48 કલાકમાં જ 700થી વધુ લોકોનો ભોગ કોરોનાએ લીધો છે. આ સાથે જ મૃત્યુઆંક વધી 2000ને પાર થઈ ગયો છે. ચીનમાં પણ આટલી ભયંકર ઝડપથી આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યાં નહોતાં.  

ઈટાલી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર ઈટાલીમાં હાલ 28,000થી પણ વધુ લોકો કોરોનાગ્રસ્ત છે. ઉત્તર ઈટાલી અને મિલાનમાં સૌથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. ઇટાલીની આર્થિક રાજધાની લોમ્બાર્ડીમાં અત્યાર સુધીમાં 1,420 લોકોનાં મોત થયાં છે. મોતનો આ આંકડો કુલ મૃત્યુઆંકના 65 ટકા છે. રોમની આસપાસના વિસ્તારમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 523 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

કોરોનાના ચેપથી બચવા માટે અમેરિકાનાં બે મોટાં રાજ્ય ન્યૂજર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અમેરિકન નાગરિકોને બહુ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું કે 10થી વધુ લોકોએ એકઠા ન થવું જોઈએ.

બીજી તરફ ફ્રાન્સે પણ આગામી 15 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મેક્રોને આદેશ આપ્યો હતો કે કોરોનાનો ચેપ ન વકરે તે માટે સૌથી જરૂરી છે કે ફ્રેન્ચ નાગરિકો ઓછામાં ઓછા 15 દિવસ સુધી તેમના ઘરની બહાર ન નીકળે અને શક્ય તેટલાં સામાજિક-પારિવારિક આયોજન પણ ઘટાડે. તેમણે કહ્યું હતું કે માત્ર ખૂબ જ તાકીદના પ્રવાસને જ મંજૂરી આપવામાં આવશે અને જે પણ વ્યક્તિ આ આદેશનો ભંગ કરશે તેની સામે આકરા દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ