ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus ahmedabad congress mla positive report family member

કોરોના / ઈમરાન ખેડાવાલાની તબિયત સ્થિર, પરિવારના બધા સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ

Published By: Divyesh

Last Updated: 07:06 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર એકશનમાં આવી ગયું હતું. ત્યારે ઇમરાન ખેડાવાલાના પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ADVERTISEMENT

  • કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાની તબિયત સ્થિર
  • ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ
  • પુરા પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે રિપોર્ટ જે દિવસે પોઝિટિવ આવ્યો તે જ દિવસે ખેડાવાલાની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ડે. સીએમ નીતિન પટેલ સાથે અન્ય બે ધારાસભ્યો સહિત બેઠક યોજાઇ હતી. 

જો કે આજરો ઇમરાન ખેડાવાલના પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ પોઝિટવ આવ્યાં છે. જો કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાન ખેડાવાલા હાલ સારવાર હેઠળ છે. 

જો કે ઇમરાન ખેડાવાલાની સાથે ગયેલા બે અન્ય ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારમાં ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. જો કે આ અંગે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જે જાણીને ખુશી થઇ છે. હું અને ઇમરાન ખેડાવાલ એક જ કારમાં બેસીને ગયા હતા. જો કે અમારા પૂર્વ AMC વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Imran Khedawala Positive congress ઇમરાન ખેડાવાલ કોંગ્રેસ પોઝિટિવ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ