બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Cooking gas price cut by Rs 200, rover on moon discovers oxygen, 27 percent reservation for OBCs in Gujarat

2 મિનિટ 12 ખબર / રાંધણ ગેસના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો, ચંદ્ર પર રોવરે શોધ્યો ઓક્સિજન, ગુજરાતમાં OBCને 27 ટકા અનામત

Dinesh

Last Updated: 10:50 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : મોદી સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે બીજી તરફ, ઉજ્જવલા યોજનાના 10.35 કરોડ લાભાર્થીઓને બમણો નફો મળશે

OBC અનામત જાહેરાત: ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરાઈ છે. પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે. ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે

રાજ્યમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે ખેડૂતોને લઈ ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે. પિયત માટે રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, 2 કલાક વધુ વીજળી આપવાની સાથો સાથ નર્મદા અને સુજલામ સુફલામમાં સિંચાઈ માટે પાણી છોડવાની પણ જાહેરાત કરાઈ છે. મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી નિર્ણયો કર્યા છે, જૂલાઈમાં 80 ટકા વરસાદ થયો છે,અત્યારે વરસાદની ખોટ સર્જાઈ છે પાણી છતાં પાક સુકાય રહ્યો છે. ખેડૂતોની કૃષિ મંત્રીને રજૂઆતો આવી છે જેને લઈ વીજળી અને પાણી આપવાની જાહેરાત કરાઈ છે, વીજળી ખેડૂતોને આઠ કલાક અપાય છે જેની જગ્યા હવે 10 કલાક આપવામાં આવશે. જેમા કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ, જામનગર તેમજ અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ, સાબરકાંઠામાં 10 કલાક વીજળી અપાશે. જેને લઈ 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. 

2024ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટો દાવ ખેલ્યો છે. બળબળતા બાટલાના ભાવમાંથી લોકોને રાહત આપવાની દિશામાં સરકારે પહેલું મોટું પગલું ભર્યું છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે એલપીજી સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ રાહત ઘરેલુ એલપીજી સિલિન્ડરવાળા તમામ લાભાર્થીઓને મળશે. સરકારના આ નિર્ણય બાદ હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની સબસિડી મળશે. આ યોજના હેઠળ, લાભાર્થીઓને પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી મળે છે અને તેમાં 200 રુપિયાનો ફરી વધારો થયો છે આ રીતે તેમને 400 રુપિયામાં એક બાટલો મળશે. સરકારના આ નિર્ણયથી યોજનાના લગભગ 10 કરોડ લાભાર્થીઓને લાભ થશે. 

A bottle of cooking gas in Ahmedabad will now be available for this much, 400 cylinders for 10 crores, 75 lakh new...

હાલમાં પોલીસ વિભાગમાં બદલીઓને સમય ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં 51 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર બદલીના આદેશ કરાયા છે.  જે બી અગ્રાવતને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનથી કે ટ્રાફીકમાં જવાબદારી સોંપાઈ છે જ્યારે વી જે જાડેજાને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનથી ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે. 

લોકસભા ચૂંટણી પહેલા જ અરવલ્લીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.  મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. તમામ કાર્યકરો અને નેતાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જોડાયા છે. તો ધનસુરા યાર્ડના વાઇસ ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આ તરફ બાયડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ ફરી ભાજપમાં જોડાયા છે. બાયડ કોંગ્રેસના નેતા દોલતસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. 

More than 350 workers including 30 senior Congress leaders joined BJP in Aravalli

 શહેરનાં પૂર્વ વિસ્તારમાં બાપુનગર ખાતે રહેતા પાંચ મિત્ર સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારે તેમાં એક પરિવારનો બાળક ધો. 9 માં અભ્યાસ કરે છે. સગીર રોજનાં સમય મુજબ સ્કૂલેથી ઘરે સમયસર પરત ન ફરતા પરિવારજનો દ્વારા સગા સબંધીને ત્યાં શોધખોળ કરી હતી. પરંતું બાળકોની કોઈ ભાળ મળવા પામી ન હતી. જે બાદ પરિવારજનો દ્વારા તેનાં મિત્રોને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનાં ચાર મિત્રો પણ સ્કૂલે ગયા બાદ પરત આવ્યા નથી. એક સાથે પાંચ સગીરો ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા.

5 children missing together from Bapunagar, Ahmedabad

રાજ્ય સરકારની ફિક્સ પે નીતિનો સરકારી કર્મચારીઓ દ્વારા અવાર નવાર વિરોધ નોંધાવી રહ્યાં છે. કર્મચારીઓ સરકારને રજૂઆત કરી છે તેવું પણ જણાવે છે, ત્યારે ફિક્સ પેને લઇને મંત્રી કનુભાઇ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ફિક્સ પે બાબતે કોઈ વિચારણા નથી. ફિક્સ પે મુદ્દે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ફિક્સ પે બાબતમાં હાલ કોઈ વિચારણા નથી કરવામાં આવી.  જ્યારે આ મુદ્દે રજૂઆત આવશે ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રશ્ન આવશે ત્યારે તેનો પણ સુખદ ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેના માટે એક બેઝ તૈયાર થાય પછી યોગ્ય નિર્ણય કરાશે.

On the issue of fixed pay policy, Minister Kanu Desai said that there is no consideration at present

રહસ્યો ઉકેલવા કામે લાગેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર પહેલી મોટી ખોજ કરી લીધી છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ઓક્સિજન અને સલ્ફર જેવા તત્વો શોધી કાઢ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ મંગળવારે આ માહિતી આપી હતી. સ્પેસ એજન્સીએ કહ્યું કે હવે રોવર હાઇડ્રોજન શોધવાનું વિચારી રહ્યું છે. ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન -3 ના પ્રજ્ઞાન રોવર પર લેસર-પ્રેરિત ભંગાણ સ્પેક્ટ્રોસ્કોપીએ પ્રથમ વખત દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. આ સિવાય રોવર પ્રજ્ઞાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની શોધ કરી છે. ઈસરોએ ટ્વીટ કર્યું હતું કે, "રોવર પર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (એલઆઇબીએસ) ઉપકરણ, પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા, સ્પષ્ટપણે દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (ઓ) ની હાજરીની પુષ્ટિ કરે છે." અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ (Al), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr), ટાઇટેનિયમ (Ti), મેંગેનીઝ (Mn), સિલિકોન (Si) અને O (ઓક્સિજન) પણ મળી આવ્યા છે. હાઇડ્રોજન (H) ની શોધ ચાલુ રહે છે. એલઆઇબીએસ ઉપકરણને ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)/ઇસરો, બેંગલુરુની પ્રયોગશાળામાં વિકસાવવામાં આવ્યું છે. 

ISRO says Pragyan rover confirmed presence of Sulphur, detected Oxygen on moon; search for Hydrogen underway

હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી ગ્રુપ સંબંધિત એક મોટી માહિતી સામે આવી છે. મીડિયા સૂત્રો અનુસાર EDએ પોતાની શરૂઆતી તપાસ બાદ કહ્યું કે 12 જેટલી કંપનીઓએ અદાણી ગ્રુપનાં શેરની શોર્ટ સેલિંગથી સૌથી વધુ નફો કમાવ્યો છે. આ 12 કંપનીઓમાંથી 3 ભારતીય કંપનીઓ હતી. આ ત્રણમાં એક વિદેશી બેંકની ભારતીય બ્રાંચ જ્યારે 4 કંપની મોરેશિયસની, એક ફ્રાંસ, હોંગકોંગ, કેમેન દ્વીપ,આયરલેન્ડ અને લંડનની હતી.રિપોર્ટ અનુસાર 24 જાન્યુઆરીનાં અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી હિંડનબર્ગની રિપોર્ટ આવી તેના 2-3 દિવસ પહેલાં જ 12 કંપનીઓમાંથી કેટલીક કંપનીઓએ પોઝીશનિંગ એટલે કે શેર વેંચવાની પ્રક્રિયા કરી લીધી હતી.  શોર્ટ સેલિંગને લીધે આ કંપનીઓએ થોડા જ મહિનામાં કરોડો રૂપિયાની કમાણી કરી લીધી.

ED said that before the hindenburg report, 12 companies short selling of adani shares

ઈસરોના સૂર્યયાન એટલે કે આદિત્ય-L1ની પાસે સૂરજની સ્ટડી કરવા માટે સાત પેલોડ્સ છે. સાત પેલોડ્સમાં PAPA પણ શામેલ છે. સાતેય પેલોડ્સ મળીને સૂર્યની શું સ્ટડી કરશે? કઈ રીતે સૂર્યના રાઝ ખોલશે? શું સૂર્યની ગરમીથી બળની ખતમ થઈ જશે? આ ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સને જણાવ્યું છે. સૂર્યયાનમાં લગેલા VELC સૂરજની HD ફોટો લેશે. આ સ્પેસક્રાફ્ટને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ પેલોડમાં લગેલા કેમેરા સૂરજના હાઈ રેઝોલ્યૂશન ફોટો લેશે. સાથે જ સ્પેક્ટ્રોસ્કોપી અને પોલેરીમેટ્રી પણ કરશે.આ સૂર્યની ગરમ હવાઓમાં રહેલા ઈલેક્ટ્રોન્સ અને ભારે આયનની દિશાઓ અને તેની સ્ટડી કરશે. કેટલી ગરમી છે તે હવાઓમાં તેની જાણકારી મળવશે. સાથે જ ચાર્જ કણો એટલે કે આયંસના વજનની પણ જાણકારી મેળવશે. 

Indias Suryayaan aditya l1 isro sun mission launch on seprember 2 also send suryayaan papa

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ગાંધીનગરમાં 26માં પશ્ચિમી ક્ષેત્રીય પરીષદની બેઠકની અધ્યક્ષતા કરી. આ સમયે તેમણે કહ્યું કે ભારત દ્વારા પોતાના વિવિધ કાયદા સંહિતા અપનાવવા અને વસાહત વિરાસતોને અસ્વીકાર કર્યા બાદ કોઈ પણ કેસ બે વર્ષથી વધારે સમય સુધી નહીં ચાલે. અમિત શાહે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રીઓ અને દાદરા તથા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકને કહ્યું, "મોદી સરકાર દ્વારા હાલમાં જ સંસદમાં રજૂ કરેલા 3 નવા નિયમો- ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ના પાસ થયા બાદ કોઈ પણ કેસ 2 વર્ષથી વધારે સમય સુધી ચાલુ નહી રહી શકે. તેના પરિણામરૂપે 70% નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે."

amit shah announce new laws are implemented all cases would get over within two years

સની દેઓલ હાલ પોતાની ફિલ્મ ગદર-2ને લઈને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેમની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. ગદર-2ની કમાણીએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ પણ બનાવી દીધો છે. સની દેઓલ શાનદાર એક્ટર હોવાની સાથે ઘણી ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરી ચુક્યા છે. પરંતુ સની દેઓલ પોડ્યુસર તરીકે સફળતા નથી મેળવી શક્યા.  એક્ટરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ગદર-2ની સફળતા અને પ્રોડ્યુસરના રૂપમાં પોતાના કરિયરને લઈને ખૂબ વાતો કરી. સનીએ કહ્યું કે જ્યારે પણ તે કોઈ ફિલ્મ બનાવે છે તો ફ્લોપ જાય છે. તેમણે કહ્યું, "મનોરંજનની દુનિયા ખૂબ મુશ્કેલીઓથી ભરેલી હોય છે. શરૂઆતના વર્ષોમાં વસ્તુઓને નિયંત્રિત કરી શકાતી હતી કાણ કે ડિસ્ટ્રીબ્યૂશન સામાન્ય હતું. તે લોકો હતા જેમની સાથે આપણે વાતચીત કરતા હતા. એક સંબંધ હતો. જ્યારથી કોર્પોરેટ આવ્યું છે. કંઈ નથી."

sunny deol bankrupt clearly said in future will not make any film

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ