બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / congress react on aap bjp twitter war

ટ્વિટર વૉર / દિલ્હી-ગુજરાતનું તો બધુ માર્કેટિંગ છે, કોંગ્રેસના રાજ્યમાં યુરોપ જેવુ એજ્યુકેશન મળે: ટ્વિટર વૉર વચ્ચે દિગ્ગજ નેતાનું નિવેદન

Khyati

Last Updated: 03:50 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ટ્વીટર વૉર છેડાયું જેમાં હવે કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો

  • દિલ્લી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ટ્વીટર વૉર
  • ટ્વીટર વૉર અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન
  • ગુજરાત અને દિલ્લીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ-રઘુ શર્મા

એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પ્રજાના પ્રશ્નોને લઇ રાજકીય પાર્ટીઓ વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે  તો બીજી તરફ હરીફ પક્ષો એકબીજાને નીચુ દેખાડવાની કોઇ કસર બાકી રાખતા નથી. ત્યારે દિલ્હી અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ચાલી રહેલા ટ્વિટ વૉરમાં હવે કોંગ્રેસ પણ કૂદી પડ્યું છે. બીજેપી ગુજરાત દ્વારા દિલ્હીમાં શિક્ષણની નીતિને લઇને આપને આડે હાથ લેવામાં આવી રહ્યુ છે ત્યારે આ તમામ વચ્ચે કોંગ્રેસે એવુ નિવેદન આપ્યુ કે હવે ટ્વિટરમાં પણ ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે.

"રાજસ્થાન, છત્તીસગઢની સિસ્ટમ બેસ્ટ" 

દિલ્લી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ટ્વીટર વૉર છેડાયું છે.. જેમાં હવે કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે ગુજરાત અને દિલ્લીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ છે... રાજસ્થાન અને છત્તીસગઢ જઈને જુઓ. ત્યાંની આદિવાસી વિસ્તારોમાં જે સ્કૂલ બની છે જે શિક્ષણની વ્યવસ્થા છે તે જોશો તો તમને લાગશે કે તમે યુરોપિયન કન્ટ્રીમાં આવી ગયા છીએ.

ભાજપ અને AAP માત્ર માર્કેટિંગ કરે છે- રઘુ શર્મા

તેઓએ ગુજરાત અને દિલ્હીની સરખામણીએ રાજસ્થાન અને છત્તીસગઢની તુલના કરતા જણાવ્યુ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મેડિકલ અને શિક્ષણની બેસ્ટ સુવિધા છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ અને 500 બેડની હોસ્પિટલ છે. ભાજપ અને આપ પર તંજ કસ્તા જણાવ્યું કે પોતાની જગ્યા બનાવવા માટે લોકોને ગુમરાહ કરીને માર્કેટીંગ કરવાનું બંધ કરો.

દિલ્લી AAP, ગુજરાત ભાજપ વચ્ચે ટ્વીટર વૉર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી દેખાઈ રહી છે ત્યારે ઈલેક્શન મોડ શરૂ થતો દેખાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં પણ જાણે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે તેવું લાગી જ રહ્યું છે. પરંતુ સામે AAP પણ હવે અગ્રેસીવ મોડ પર દેખાઈ રહી છે. આવામાં હાલમાં તો ભાજપ અને આપ વચ્ચે સોશ્યલ મીડિયા પર ટ્વિટર વોર શરૂ થઈ ગયું છે.

ગુજરાતના શિક્ષણમંત્રીને ફેંક્યો પડકાર

દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો છે. અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ