બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Congress presented 20-point charge sheet against BJP

રાજકારણ / લઠ્ઠાકાંડ-મોરબી દુર્ઘટના, પેટ્રોલના ભાવ...: ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે રજૂ કરી 'ચાર્જશીટ'

Malay

Last Updated: 01:14 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે. આ આરોપનામું પ્રજાની સમક્ષ મુકતા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

 

  • 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું કોંગ્રેસે જનતા સમક્ષ મુક્યું 
  • મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત 20 મુદ્દાઓનું આરોપનામું
  • ભાજપનું આરોપનામું પ્રજા સમક્ષ મુકતાં ભરતસિંહ સોંલકીનું નિવેદન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ દરેક રાજકીય પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. એવામાં કોંગ્રેસ દ્વારા 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે. 

કોંગ્રેસ 36 પાનાનું આરોપનામું રજૂ કર્યું
કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કુલ 36 પાનાનું આરોપનામું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત 20 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોટાદના કથિત લઠ્ઠાકાંડનો પણ કોંગ્રેસે આરોપનામામાં સમાવેશ કર્યો છે.

ભાજપની નીતિ ગુમરાહ કરવાની છેઃ ભરતસિંહ સોલંકી
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે. તેઓએ જણાવ્યું કે, ભાજપ સરકાર સામેનું તોહમતનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. ભાજપની નીતિ ગુમરાહ કરવાની અને લોકોને બીજી દિશામાં લઈ જવાની છે. તેઓએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની વાતો કરે છે. ભાજપનું સિંગલ એન્જિન ફેઈલ ગયું છે. જેથી વિજય રૂપાણીની સરકાર બદલી નાખી અને બીજુ એન્જિન ભૂપેન્દ્ર પટેલનું લગાવ્યું.  

27 વર્ષમાં એક પણ નવી સરકારી શાળા ભાજપે નથી બનાવીઃ સોલંકી
તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ બની છે. ભાજપે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા બંધ કરાવાઇ છે. સરકારી દવાખાનાઓ પણ કોંગ્રેસે બનાવ્યા છે. ભાજપે એક પણ સરકારી દવાખાના બનાવ્યા નથી. તમામ મેડિકલ કોલેજ પણ કોંગ્રેસ દ્વારા બનાવાઇ છે. ભાજપ દ્વારા બનાવાઇ નથી. જે ફી ભરવી પડે તે કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. 27 વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે.

પ્રજા ટેવાઈ જાય તેવી રીતે ન્યુ નોર્મલ થિયરીનો ભાજપ ઉપયોગ કરેઃ ભરતસિંહ
તેઓએ જણાવ્યું કે, ભાજપ ન્યૂ નોર્મલ થિયરીની પદ્ધતિનો ઉપયોગ કરીને કામગીરી કરે છે. એકની એક વાત વારંવાર રજુ કરીને લોકોને છેતરવાનું કામ કરે છે. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલનો ભાવ 65 રૂપિયા હતો જે વધીને 100 રૂપિયા થઈ ગયો છે. 

VIDEO: કૉગ્રેસે ભાજપ સરકાર સામે રજૂ કર્યું આરોપનામું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ