બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Congress candidate on Surat seat will be uncontested after cancellation of form or not

લોકસભા ચૂંટણી / સુરત બેઠક પર હવે શું થશે? બિનહરીફ થાય તો નવાઈ નહીં, ફોર્મ રદ્દ પર ભાજપનું આવ્યું નિવેદન

Dinesh

Last Updated: 09:37 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Lok Sabha seat: સુરતમાં નિલેશ કુંભાણી એક માત્ર એવા ઉમેદવાર નથી. જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ થયું. પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે વાંધો ઉઠાવતા રદ્દ થયું છે.

લોકસભાની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે સુરતમાં મોટો રાજકીય ખેલ જોવા મળ્યો છે. સુરતમાં ભાજપની ફરિયાદ બાદ 24 કલાક ચાલેલા રાજકીય ડ્રામાના અંતે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાયું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયા બાદ ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો સાથો સાથ એ પણ જાણી લઇએ કે, હવે શું થઈ શકે છે. 

દીપક જોશીના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપના પ્રદેશ સહપ્રવક્તા દીપક જોશીએ ફોર્મ રદ થવાને લઇ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. દીપક જોશીએ જણાવ્યું કે જ્ઞાતિના આધારે ચૂંટણી લડવાનું કામ કરતી કોંગ્રેસને પ્રજા કડક જવાબ આપે છે. ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાથી ફોર્મ રદ થયું છે. ત્યારે આ વખતે પણ કોંગ્રેસ નવા નવા પ્રશ્નો ઉભા કરી રહી છે.

7ની સમજાવટ સફળ બનશે તો બિનહરીફ !
સુરત બેઠકને લઈ ચાલતા રાજકીય ડ્રામાનો સંપૂર્ણ અંત આવ્યો હોય એવું પણ નથી. કારણ કે, આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. છતા પણ હજુ ભાજપ સામે અન્ય 7 ઉમેદવારો ઉભા છે. આ સાતની સમજાવટ કદાચ સફળ બને તો ભાજપના ઉમેદવાર બિનહરીફ થાય. તો બીજી તરફ અત્યારે કોંગ્રેસ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત કરી રહી છે. 

કોંગ્રેસનો 'સુરતી લોચો'
નિલેશ કુંભાણીના ત્રણે-ત્રણ ટેકેદાર ખાસ અને અંગત છે. તેવામાં ખાસ લોકો જ દગાબાજ નીકળે તેવું તો કેવી રીતે માની લેવું. હાલ તો કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વારે પહોંચી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે, નહીં. 

વાંચવા જેવું: ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 23 બેઠક પર જ લડશે ચૂંટણી, 1 સીટ પર ફોર્મ રદ થયું તો બે સીટ AAP ને ફાળે

કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ્દ
હાલ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, નિલેશ કુંભાણી એક માત્ર એવા ઉમેદવાર નથી. જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ્દ થયું. પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે વાંધો ઉઠાવતા રદ થયું છે. તેવામાં ખીચડી ક્યાં અને કેવી રીતે રંધાઈ હશે તે તમે જાણી ચૂક્યા હશો. 

જાણો સમગ્ર રાજકીય ડ્રામા
ઘટના અંગે જો વિસ્તારથી વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ