બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / Cong. leader Baldevji says 'Alpesh and Dhawal Singh did business in the name of society'

પેટાચૂંટણી / કોંગી નેતા બળદેવજીએ કહ્યું ‘અલ્પેશ અને ધવલસિંહે સમાજનાં નામે વેપાર કરી સોદો કર્યો’

Dharmishtha

Last Updated: 04:31 PM, 8 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાં છે. ત્યારે કોંગ્રેસનાં નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સામે આક્ષેપ કર્યા છે. તેમણે ધવલસિંહ સામે પણ આક્ષેપ કર્યા છે. બળદેવજીએ અલ્પેશ ઠાકોર સામે નિશાનો સાધતાં કહ્યું કે તેઓ સમાજનાં નામે વેપાર કરી સોદો કરી નાંખ્યો છે. જ્યારે ધવલસિંહ બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં ગયાં છે. આ ઉપરાંત અલ્પેશ- ધવલસિંહની ટોળકીએ દારુબંધીનાં નામે ત્રાસ ગુજાર્યાનો પણ આક્ષેપ કર્યો છે.

  • ધવલસિંહ બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં જોડાયાં
  • દારૂબંધીનાં નામે અલ્પેશ-ધવલસિંહની ટોળકીએ ત્રાસ ગુજાર્યો
  • સંમેલનમાં કાર્યકરો સામે બળદેવજી ઠાકોરના તીખા વેણ

ફરી એકવાર આક્ષેપોમાં ઘેરાયાં અલ્પેશ

ગુજરાતમાં પેટા ચૂંટણી માથે છે. ત્યારે કોંગ્રેસના બળદેવજી ઠાકોરે મહેસામાં ઠાકોર સમાજનાં પ્રમુખ અલ્પેશ ઠાકોરને નિશાનો બનાવતાં આક્ષેપ કર્યો છે કે અલ્પેશ ઠાકોર સમાજનાં નામે વેપાર કરી સોદો કરે છે. આગાઉ પણ અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસ છોડ્યું હતું ત્યારે પણ રાજકારણમાં આવવા માટે અલ્પેશ ઠાકોરે સમાજનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. હાલ તેઓ ભાજપમાં જોડાયાં છે અને તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી ચુંટણી લડવાનાં છે. ત્યારે ફરી કોંગ્રેસના બળદેવજીએ તેમના પર નિશાનો સાધ્યો છે.

શુ આક્ષેપો કર્યો

થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ચુંટણી લઇ રહ્યાં છે.  ત્યારે કોંગ્રેસનાં નેતા બળદેવજી ઠાકોરે સંમેલનમાં કાર્યકરો સામે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર પ્રહાર કર્યો હતો. તેમણે અલ્પેશ ઠાકોરને સમાજના નામે વેપાર કરવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે ધવલસિંહ સામે તોળપાણીનો આક્ષેપ કરતા કહ્યું હતું કે બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં જોડાય છે. દારુબંધીના નાંમે અલ્પેશ- ધવલસિંહની ટોળકીઓ ત્રાસ ગુજાર્યો છે.  બન્નેએ મોટાઓ જોડે બેસવા નાનાઓને છોડ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alpesh Thakor Bye-election Gujarati News baldevji thakor congress અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પેટાચૂંટણી બળદેવજી ઠાકોર Bye-election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ