ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / composer-shravan-rathod-of-nadeem-shravan-duo-has-passed-away

અવસાન / હિન્દી સિનેમાની પ્રખ્યાત મ્યુઝિક જોડી નદીમ-શ્રવણના શ્રવણ રાઠોડનું નિધન, કોરોના સંક્રમિત હતા રાઠોડ

Published By: Nirav

Last Updated: 12:01 AM, 23 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની લોકપ્રિય સંગીતકાર જોડી નદીમ-શ્રવણના શ્રવણ કુમાર રાઠોડનું નિધન થયું છે.

ADVERTISEMENT

  • સંગીતકાર શ્રવણ રાઠોડનું નિધન 
  • કોરોનાથી સંક્રમિત રાઠોડ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા 
  • નદીમ-શ્રવણની જોડી 90ના દાયકામાં ખૂબ પ્રખ્યાત થઈ હતી 

બોલિવૂડના સંગીતકાર જોડી નદીમ-શ્રવણના સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું નિધન થયું છે. તેમને મુંબઈની રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. 67 વર્ષિય સંગીતકાર શ્રવણ રાઠોડને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણકુમાર રાઠોડના પુત્રએ જણાવ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમના હ્રદયમાં સમસ્યા હતી અને લોકડાઉનને કારણે તેને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

નદીમે જલ્દી સ્વસ્થ રહેવાની શુભેચ્છા પાઠવી હતી

તેના એક સમયના , મ્યુઝિક પાર્ટનર નદીમ સૈફીએ ઇન્સ્ટાગ્રામ ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. તેમણે કહ્યું હતું કે, "હું મારા બધા મિત્રો અને ચાહકોને હાથ જોડીને વિનંતી કરું છું કે હાલના તબક્કે મુંબઈની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવેલા મારા સાથી શ્રવણની ઝડપથી સારવાર માટે પ્રાર્થના કરો."

1990 ના દાયકામાં નદીમ-શ્રવણ જોડીનો મ્યુઝિક વર્લ્ડમાં ખૂબ દબદબો હતો. આશિકી ફિલ્મમાં તેના રોમેન્ટિક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. બંનેએ સાજન, સાથી, દિવાના, ફૂલ ઔર કાંટે, રાજા, ધડકન, દિલવાલે, રાજ, રાજા હિન્દુસ્તાની, દિલ હૈ કિ માનતા નહીં, સડી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેના ગીતો ખૂબ જ પ્રખ્યાત થયા હતા. બંનેએ સૌ પ્રથમ 1979 માં ભોજપુરી ફિલ્મ 'દંગલ' માં પોતાનું સંગીત આપ્યું હતું. પરંતુ નદીમ-શ્રવણને ફિલ્મ 'આશિકી' થી ઓળખ મળી.

સિનેમા જગતમાં શોકનું મોજું

શ્રવણ કુમારના અવસાનથી સિનેમા જગતમાં શોકનું મોજુ સર્જાયું હતું. બધા જ સ્ટાર્સ તેની જલ્દી તબિયત લથાય તેવું ઈચ્છતા હતા, પરંતુ તેના અચાનક વિદાયના સમાચાર મળતાં તે બધા ચોંકી ઉઠ્યા છે. ઘણાં સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Indian cinema industry Nadeem Saifi Shravan kumar rathod bollywood music composer indian cinema કોરોના Demise

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ