1 એપ્રિલ 2021થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, જેથી તમે 31 માર્ચ પહેલાં તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ યાદથી કરી લેજો નહીંતર થશે મોટી હેરાનગતિ.
31 માર્ચ પહેલાં કરી લો કામ
1 એપ્રિલ 2021થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે
નવા નાણાકીય વર્ષમાં કેટલાક ફેરફારો થવાના છે
નવા નાણાકીય વર્ષમાં કેટલાક ફેરફારો થવાના છે, તેથી તમે તેને પહેલાંથી જાણી લો. પીએનબી, પીએમ કિસાન અને યોજનાથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. ચાલો જાણીએ.
વિશ્વાસ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ
કેન્દ્ર સરકારે વિશ્વાસ યોજના હેઠળ ચુકવણીની છેલ્લી તારીખને વધારીને 31 માર્ચ 2021 કરી હતી. આ યોજના દ્વારા સરકાર બાકી વેરા વિવાદોનું સમાધાન કરી રહી છે. યોજના હેઠળ કરદાતાઓએ માત્ર વિવાદિત કરની રકમ ચૂકવવાની રહેશે અને તેમને વ્યાજ અને દંડ પર સંપૂર્ણ છૂટ મળશે.
પીએનબીએ ગ્રાહકોને કર્યા એલર્ટ
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પીએનબીમાં મર્જર પછી, ગ્રાહકોના જૂના આઇએફએસસી કોડ 31 માર્ચથી કામ કરશે નહીં. આ સાથે બેંકે એમ પણ કહ્યું છે કે ઓબીસી, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની હાલની ચેકબુક પણ ફક્ત 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. 1 એપ્રિલથી ગ્રાહકોએ નવી ચેકબુકનો ઉપયોગ કરવો પડશે.
કેસીસી માટે સરળતાથી અરજી કરવાની તક
કેન્દ્ર સરકાર કેસીસીને પ્રોત્સાહન આપવા અને ડિજિટલાઇઝેશનને આગળ વધારવા માટે 31 માર્ચ 2021 સુધી અભિયાન ચલાવીને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમે નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકો છો. ફોર્મ ભર્યા પછી તમને માત્ર 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળશે.
સસ્તી હોમ લોનનો લાભ
આ સિવાય દેશની ઘણી સરકારી અને ખાનગી બેંકો 31 માર્ચ 2021 સુધી ગ્રાહકોને સસ્તી હોમ લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંકમાં હોમ લોન માટેનો વ્યાજ દર 6 માર્ચ 2021 સુધી 6.65 ટકાથી શરૂ થઈ રહ્યો છે. આ સિવાય એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઇ અને કોટક મહિન્દ્રા બેંકનો સામેલ છે.
વરિષ્ઠ નાગરિકને એફડી પર એક્સ્ટ્રા વ્યાજ મળશે
બેંક સિનિયર સિટિઝન્સને અમુક પસંદ કરેલી મેચ્યોરિટી પિરિયડ સ્કીમ્સ પર વધારાનું વ્યાજ આપી રહી છે. ગ્રાહકોને 0.50 ટકા સુધીનો વધારાનો વ્યાજ મળશે. આ ઓફરની અંતિમ તારીખ હાલમાં 31 માર્ચ 2021 છે. તમને જણાવી દઈએ કે, એસબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડા તેમના ગ્રાહકોને આ સુવિધા આપી રહ્યાં છે.
જીએસટી રીટર્ન ફાઇલિંગ
સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક જીએસટી રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. તેથી તમારે તેને 31 માર્ચ પહેલાં જીએસટી રીટર્ન ફાઇલ કરી દેવું જોઈએ.
આધારને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ
આ સિવાય, આધારને પાન સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો તમે 31 માર્ચ સુધીમાં પાનને લિંક ન કર્યું હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.