બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Complaint filed against businessman in Ahmedabad threatening to kill his 6 year old Dikra by selling him on dark web, demanded 5 lakh dollars

ચોંકાવનારો કિસ્સો / અમદાવાદમાં વેપારીના 6 વર્ષના દીકરાને ડાર્ક વેબમાં વેચી મારવાની ધમકી અપાતા ફરિયાદ, કરાઇ 5 લાખ ડોલરની માંગ

Vishal Khamar

Last Updated: 04:38 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વેપારીનાં દીકરાને ઓનલાઈન વેચવા ડાર્ક વેબ પર ફોટો અપલોડ કરતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

  • અમદાવાદમાં બાળકને ઓનલાઈન વેચવા મામલે નોંધાઈ ફરિયાદ
  • ડાર્ક વેબ પર 6 વર્ષનાં બાળકને વેચવા ફોટો અપલોડ કર્યો
  • વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ

 અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈનાં શખ્સે અમદાવાદનાં વેપારીનાં દીકરાનો ફોટો ડાર્ક વેબમાં અપલોડ કરી ખંડણી માંગી છે. તેમજ આરોપી દ્વારા વેપારી પાસે રૂપિયા 5 લાખ ડોલરની ખંડણી પણ માંગી છે.  ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

વેપારીના દીકરાને વેચવા મૂકતા નોંધાઇ ફરિયાદ
અમદાવાદનાં વેપારીનાં 6 વર્ષીય દીકરાનાં ફોટા મુંબઈનાં શખ્સ દ્વારા જૂની અદાવતમાં ડાર્ક વેબ પર અપલોડ કરી વેચવા માટે મુકતા આ અંગેની જાણ વેપારીને થતા વેપારી દ્વારા આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં  ખંડણી માંગનાર શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.  ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે. 

Caption

અગાઉ સુરતમાં બાળકનું અપહરણ કરી હત્યાનો બનાવ બન્યો હતો
થોડા સમય અગાઉ સુરતમાં ટ્યુશનથી પરત ફરી રહેલા બાળકનું કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરી હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા બાળકનું અપહરણ કરી પરિવાર પાસે 15 લાખનીં ખંડણીની માંગ કરી હતી. ત્યારે પરિવારજનો દ્વારા આ રકમ ન ચૂકવાતા  અપહરણકર્તાઓ દ્વારા બાળકની હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ