બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / cm bhupesh baghel took rs 508 crore from promoters of mahadev app ed made big claim

BIG NEWS / સટોડીયાઓની મહાદેવ App પાસેથી આ મુખ્યમંત્રીએ 508 કરોડ રૂપિયા લીધા! EDના દાવાથી રાજકારણમાં હડકંપ

Dinesh

Last Updated: 08:53 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh news : મહાદેવ એપના બેનામી બેંક ખાતાઓમાં જમા કરાયેલા 15.59 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે, અને અસીમ દાસની ધરપકડ કરવામાં આવી

  • છત્તીસગઢની ચૂંટણી પહેલા EDનો મોટો દાવો
  • 'મહાદેવ એપના પ્રમોટરો પાસેથી 508 કરોડ રૂપિયા લીધા'
  • ભૂપેશ બઘેલની વિરૂદ્ધના ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ કબજે કર્યા 


છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાન પહેલા ઈડીએ મોટો દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સટ્ટાબાજી કરાવનારી મહાદેવ એપના પ્રમોટરો પાસેથી 508 કરોડ રૂપિયા લીધા છે. ઈડી અનુસાર ગુરૂવારે ચૂંટણી માટે કેસ ડિલેવરી કરવાવાળી અસીમ દાસના મોબાઈલ અને ઈમેલથી મળેલા ઈલેક્ટ્રોનિક દસ્તાવેજથી ભૂપેશ બઘેલએ 508 કરોડ રૂપિયા લીધાના પ્રારંભિક સબૂત મળ્યા છે, જેને લઈ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. 

અસીમની કારમાંથી પૈસા મળ્યા
EDએ અસીમની કાર અને ઘરમાંથી 5.39 કરોડ રૂપિયા ઝપ્ત કર્યા છે અને મહાદેવ એપના બેનામી બેંક ખાતાઓમાં જમા કરાયેલા 15.59 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ પહોંચી રહી હોવાની બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના આધારે 5.39 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને અસીમ દાસની ધરપકડ કરવામાં આવી હતી

અસીમની કબૂલાત
પૂછપરછ દરમિયાન અસીમ દાસે કબૂલ્યું હતું કે, આ રોકડ મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા રાજકારણીઓને મોકલવામાં આવી રહી છે. જેનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં કરવાનો હતો. અસીમ દાસના મોબાઈલ ફોનની તપાસમાં શુભમ સોની દ્વારા અન્ય દસ્તાવેજો સાથે મોકલવામાં આવેલ ઈ-મેલ પણ મળ્યો હતા. નોંધનીય છે કે શુભમ સોની મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી છે. દાસના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા સોની ઈમેલ અને અન્ય દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ તરફથી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓને પૈસા આપવામાં આવી રહ્યા હતા

EDનો દાવો
જેના આધાર પર EDએ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા મળ્યા હોવાનો દાવો કર્યો છે. EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અસીમ દાસની સાથે EDએ છત્તીસગઢ પોલીસ કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ ધરપકડ કરી છે. ED અનુસાર ભીમ યાદવ વિભાગને જાણ કર્યા વિના છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વખત દુબઈ ગયો હતો

ભૂપેશ બઘેલે આરોપોને ફગાવ્યા
ભૂપેશ બઘેલછત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મહાદેવ એપથી 508 કરોડ રૂપિયા મેળવવાના EDના દાવાને ફગાવી દીધો છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ED-IT અને CBI જેવી એજન્સીઓની મદદથી છત્તીસગઢની ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી પહેલા જ EDએ તેમની છબી ખરાબ કરવાનો દૂષિત પ્રયાસ કર્યો છે. ઇડી દ્વારા લોકપ્રિય કોંગ્રેસ સરકારને બદનામ કરવાનો આ એક રાજકીય પ્રયાસ છે. તેમણે કહ્યું કે મહાદેવ એપની કથિત તપાસના નામે EDએ પહેલા તેમના નજીકના લોકોને બદનામ કરવા માટે દરોડા પાડ્યા અને હવે એક અજાણ્યા વ્યક્તિના નિવેદનના આધારે EDએ તેમના પર 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. EDએ ચતુરાઈપૂર્વક ઉક્ત વ્યક્તિના નિવેદન બાદ ટૂંકા વાક્યમાં લખ્યું છે કે નિવેદન તપાસનો વિષય છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ