બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / CM Bhupendra Patel and Naresh Patel greeted Patidars in an open jeep

ખોડલધામ પાટોત્સવ / CM ભૂપેન્દ્ર પટેલ અને નરેશ પટેલે ખુલ્લી જીપમાં પાટીદારોનું અભિવાદન ઝીલ્યું, અનાર પટેલ સહિત 40 નવા ટ્રસ્ટીઓનો સમાવેશ

Priyakant

Last Updated: 11:25 AM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ

  • કાગવડ ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ 
  • આજે ખોડલધામમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી
  • CM અને નરેશ પટેલે ખુલ્લી જીપમાં પાટીદારોનું અભિવાદન ઝીલ્યું
  • અનાર પટેલ સહિત 40 નવા ટ્રસ્ટીઓનો સમાવેશ 

કાગવડ ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થવાની સાથે આજે ખોડલધામમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, આજે અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ કરાયો છે. આ તરફ હવે અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવાની કવાયત પણ શરૂ કરવામાં આવશે. 


ખોડલધામનો પાટોત્સવ 
આજે ખોડલધામ મંદિરના 7માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. કાગવડ  ખોડલધામ મંદિર ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈ ને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે ખોડલધામ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુતરની હાર માળાથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીએ આવકાર્યા હતા. તો ખોડલધામના નરેશ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને ખોડલધામનો ખેસ પહેરાવ્યો. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતું. 

કયા કયા દિગ્ગજ નેતાઓ ખોડલધામમાં હાજર ? 
ખોડલધામ મંદિરના 7માં પાટોત્સવની ઉજવણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી મુળુ બેરા, રા.મંત્રી પ્રફુલ પાનસેરિયા, જીતુ વાઘાણી, અનાર પટેલ, જયેશ રાદડીયા, પ્રશાંત કોરાટ, મોહન કુંડારિયા, ભરત બોઘરા, પરેશ ધાનાણી, અલ્પેશ કથીરીયા, દિનેશ બાભણીયા, અરવિંદ રૈયાણી, રમેશ ટીલાળા, જગદીશ ડોબરીયા, ધાર્મિક માલવિયા, કરશન પટેલ, બિપિન પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા છે. 

કોને-કોને મળ્યું ટ્રસ્ટીમંડળમાં સ્થાન ? 
ખોડલધામ મંદિરનો સાતમાં પાટોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સાથે આજે ખોડલધામ ટ્રસ્ટી મંડળમાં નવા સભ્યો પણ ઉમેરાયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અને સમાજસેવી અનાર પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે નિરમા ગ્રુપના કરશન પટેલ, બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવડીનો ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોને-કોને મળ્યું ટ્રસ્ટીમંડળમાં સ્થાન ? 

શું કહ્યું નરેશ પટેલે ? 
ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજરોજ ટ્રસ્ટમાં નવા 40 જેટલાં ટ્રસ્ટીઓની નિમણૂંક થશે. ઉપરાંત આ ટ્રસ્ટીઓનું સન્માન પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 10 વર્ષ પુર્ણ થતાં આગામી સમયમાં પણ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજે સાતમમાં વર્ષે મંગલ પ્રવેશના દિવસે પણ અનેક સામાજિક કાર્યકરોનું આયોજન કરવામાં આવ્યું છે. 

ખોડલધામ મંદિર ખાતે આજે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે. જેને લઈ ખોડલધામ મંદિર ખાતે 5 DYSP, 7 PI, 54 PSI, 500 પોલીસ જવાનો સહિત 700 જેટલા પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.CM હેલિકોપ્ટર મારફતે હેલિપેડ પહોંચ્યા બાદ  કાર મારફતે ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ખુલ્લી કારમાં મંદિર સુધી પહોંચીને ધ્વજારોહણ કર્યા બાદ ખુલ્લી જીપમાં કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. 

ખોડલધામનો ઇતિહાસ
ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ