બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / CM Arvind Kejriwal wrote a letter to PM Modi, he is not going to attend niti ayog meeting

દેશ / નવી સંસદ ઉદ્ધાટનના બહિષ્કાર બાદ હવે કેજરીવાલે કર્યું આ એલાન, PM મોદીને પત્ર લખીને કરી જાણ

Vaidehi

Last Updated: 04:30 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ કેજરીવાલે PM મોદીને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે 'જ્યારે પીએમ પોતે જ સુપ્રીમ કોર્ટનાં આદેશને નથી માનતા તો ન્યાય માટે લોકોએ ક્યાં જવું જોઈએ. '

  • CM અરવિંદ કેજરીવાલે PM મોદીને લખી ચિઠ્ઠી
  • PM મોદીથી નારાજ થયાં છે કેજરીવાલ
  • લખ્યું કે પીએમ પોતે જ SCનાં આદેશ માનતાં નથી..

નવા સંસદ ભવનનાં ઉદ્ગાટનમાં હાજર રહેવાનાં આમંત્રણનો બહિષ્કાર કર્યાં બાદ હવે દિલ્હીનાં CM કેજરીવાસે નીતિ આયોગની મીટિંગમાં જવાનો પણ ઈનકાર કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે જેમાં તેમણે કહ્યું છે કે 'જે દેશમાં સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન પણ નથી થતું ત્યાં કોઈપણ બેઠકમાં હાજર રહેવાનો શું ફાયદો.'

'સહકારી સંઘવાદને પણ એક મજાક બનાવી દીધું છે'
અરવિંદ કેજરીવાલે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે જો PM પોતે જ સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન નથી કરતાં તો ન્યાય માટે લોકોએ ક્યાં જવું જોઈએ. PM ભાજપ સિવાયની સરકારને કામ કરવા દે. હવે તો સહકારી સંઘવાદને પણ એક મજાક બનાવી દીધું છે, આવી સ્થિતિમાં નીતિ આયોગની મીટિંગમાં જવાનો કોઈ અર્થ નથી. ચિઠ્ઠીમાં CMએ અધિકારોને લઈને ચાલી રહેલા વિવાદ પર પણ વિસ્તારથી વાત કરી.

'તમે દિલ્હી સરકારને પંગુ બનાવવા ઈચ્છો છો'
CMએ કહ્યું કે 'આ સમયે દિલ્હીમાં જો કોઈ અધિકારી કામ નથી કરી રહ્યું તો તેને હટાવી પણ નથી શકાતાં. આ રીતે તો કામ કઈ રીતે થઈ શકશે. તમે દિલ્હી સરકારને પંગુ બનાવવા ઈચ્છો છો, શું ભારત માટે તમારું આવું વિઝન છે? ' કેજરીવાલે આરોપ લગાવતાં કહ્યું કે 'મોદી સરકાર તેમને કામ કરવા નથી દઈ રહી. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ