બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Circulation of 2 thousand notes stopped, see News Superfast

ન્યૂઝ અપડેટ / ગરમીને લઈ હવામાન ખાતાએ આપ્યું એલર્ટ, દહેજના મુલેરમાં દરિયાકાંઠે 7 લોકો ડૂબ્યા, 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ, જુઓ સમાચાર સુપરફાસ્ટ

Dinesh

Last Updated: 07:10 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ ગરમીમાં થોડો વધારો ઘટાડો થવાની શક્યતાઓ છે તેમજ અમદાવાદમાં 3 દિવસ સુધી યલો અલર્ટ રહેશે

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી લોકોને તોબા પોકારાવી રહી છે. આગ ઓકતી ગરમી સામે અમદાવાદવાસીઓ સહિત રાજ્યભરના નાગરિકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે ત્યારે રાજ્યભરમાં ગરમીમાં થોડા દિવસ રાહત મળશે તેવી શક્યતાઓ સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ ગરમીમાં થોડો વધારો-ઘટાડો થવાની શક્યતાઓ છે તેમજ આગામી 4 દિવસમાં ગરમીમાં ખાસ વધારો કે ઘટાડો નોંધાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે તેમજ રાજ્યના અન્ય શહેરોમાં તાપમાન નીચું જઈ શકે છે જ્યારે અમદાવાદમાં 3 દિવસ સુધી યલો અલર્ટ રહેશે અને અમદાવાદમાં 4 દિવસ સુધી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે.

Continuous heat wave is increasing in the state

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ એક મહત્વના સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય. આ સાથે ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.  રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. 

Massive change in Gujarat government recruitment, class-3 exam in two groups

સુરતનાં કડોદરામાં  સુવા જેવી નજીવી બાબતે પત્નિ સાથે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરિણામે પિતાએ પોતાની સગી દિકરી પર છરા વડે હુમલો કરી ઉપરા છાપરી તેને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પિતાએ તેનાં દિકરા તેમજ તેની પત્નિને પણ ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરતરનાં કડોદરમાં આવેલ સત્યમનગર ખાતે રામાનુજ શાહુ તેઓની પત્નિ રેખાદેવી સાથે રહેતા હતા. ત્યારે તેઓને પરિવારમાં એક દિકરી અને ત્રણ દિકરી હતા. રામાનુજને રાત્રે ધાબા પર સુવા બાબતે તેની પત્નિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડો થતા ત્રણેય દિકરા તેમજ દિકરી માતાને બચાવવા માટે દોડ્યા હતા.આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે પોલીસે  યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખાતે ખસેડ્યો હતો. જ્યારે પોલીસે હત્યારા પિતા રામાનુજને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. 

Father becomes Hevan, husband-wife fight in Kadodara takes innocent daughter's life, trivial matter turns violent

ભરૂચનાં દહેજનાં મુલેર ગામે દરિયાકાંઠે 7 લોકો ડૂબ્યા હતા. એક સગીરા ડૂબી જતા અન્ય શખ્સો તેને બચાવવા દોડ્યા હતા. ત્યારે  બચાવવા જતા એક પછી એક સાત લોકો ડૂબ્યા હતા. ત્યારે 7 માંથી 4 લોકોનાં મૃતદેહ મળ્યા હતા. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. દરિયામાં ભરતી આવતા આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ વાગરાના MLA અરૂણસિંહ રાણાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. 

દીવમાં આજથી G20ની બેઠકનું આયોજન કરાયું છે. આ તરફ હવે G20 બેઠકને લઈ દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, G20 બેઠકને લઈ રંગબેરંગી લાઈટથી પ્રવાસન સ્થળ દીવને શણગારવામાં આવ્યું છે. આ સાથે દીવના વિવિધ ફરવાલાયક સ્થળોનો આકાશી નજારો સામે આવ્યો છે.G20 બેઠક પહેલાં દીવમાં તૈયારીઓને આખરી ઑપ અપાઈ ચૂક્યો છે. દિવને હાલ એક દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. પ્રવાદ વાસન સ્થળ દીવને રંગબેરંગી લાઈટોથી શણગારાયુ છે. આ સાથે પોર્ટ, કિલ્લો, સહિતના વિસ્તારોને રંગ બેરંગી લાઈટોથી શણગારાયુ છે. 

Diu decorated like a bride: preparations in full swing for G20 meeting, glittering lights everywhere

રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ તરફ બાબાના આગમન પૂર્વે આજ સાંજે રાજકોટમાં દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન થવાનું છે. જોકે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ પણ સામે આવ્યું છે. આ તરફ હવે એક બાજુ કોંગ્રેસ બાબાના દરબારને લઈ સવાલો ઊભા કરી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાઓના નામ આમંત્રણ પત્રિકામાં જોવા મળતા મુદ્દો ગરમાયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં 1 જૂન અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે. જેને લઈ હવે આયોજક સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ રાજકારણ પણ ગરમાયું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. આ તરફ આજે સાંજે યોજાનાર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ હોવાનું સામે આવ્યું છે. 

Big program today before Dhirendra Shastri's Divya Darbar, BJP-Congress leaders will be involved

સુરેન્દ્રનગરના સૌકા ગામમાં જુગારધામ ઝડપાવા મામલે કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. જેમાં જુગારધામ ઝડપાવા મામલે પોલીસ અધિક્ષકે વધુ 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.  ત્યારે જીલ્લા એસ.પી. એચ.પી. દોશીએ ત્રણેય કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સૌકા જુગારધામના સંચાલકે પોલીસ કર્મચારીઓને ગોવાની ટ્રીપ આપી હતી. ગોવા ટ્રીપમાં સામેલ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે અત્યાર સુધી 1 PSI સહિત 12 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. સુરેન્દ્રનગરનાં સૌકા ગામે જુગારધામ ઝડપાવા મુદ્દે જુગારધામ સંચાલક દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં જુગારધામ સંચાલકે એસઓજી પર હપ્તો લેવાનાં આક્ષેપ કર્યા હતા.  જેમાં સંચાલકે જણાવ્યું હતું કે, પોલીસ દર મહિને 12 લાખનો હપ્તો વસુલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ પોલીસકર્મીઓ અન્ય ખર્ચો પણ સંચાલક પાસેથી વસુલતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.  જુગારધામનાં સંચાલકે પોલીસ પર આક્ષેપ કરીને સ્ક્રીન શોટ્સ પણ વાયરલ કર્યો હતો.

Surendranagar's Sauka village seizes gambling den, District Superintendent of Police suspends 3 more police constables

ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત લાવ્યો છે, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત અત્રે તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે. ભારતીય રિઝર્વ બેંકે સૌથી મોટી ચલણી નોટને લઈ નિર્ણય લીધો છે,  RBI અનુસાર 2000 રૂપિયાની નોટ લીગલ ટેંન્ડર રહેશ પરંતુ તેનું સર્કુલેશન બંધ કરવામા આવેશ. ભારતીય રિઝર્વ બેંકે દેશની વિવિધ બેંકોને સલાહ આપી છે કે, 2000 રૂપિયાની નોટને તાત્કાલિક અસર બહાર સર્કુલેશન કરવાનું બંધ કરવામા આવે. અત્રે તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. 

અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ મામલે નિષ્ણાત સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના મામલામાં તમામ તપાસ સમયસર પૂર્ણ કરવાની જરૂર છે, એક્સપર્ટ પેનલ અત્યારે એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે, ભાવમાં હેરાફેરીના આરોપમાં રેગ્યુલેટર સેબીની નિષ્ફળતા રહી છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિએ કહ્યું કે,ભારતના બજાર નિયામક સેબીએ જૂથની એન્ટિટીઓની માલિકી અંગેની તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે.એક્સપર્ટ કમિટીનું કહેવું છે કે, 24 જાન્યુઆરી 2023 પછી અદાણીના શેરમાં રિટેલ રોકાણકારોનું રોકાણ વધ્યું અને તેના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું કે, ભારતીય શેરબજાર સંપૂર્ણપણે અસ્થિર નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણીના શેરમાં ઘટાડો ખરેખર જોરદાર હતો, જે હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશનને કારણે થયો છે.

મને અત્યારથી નહીં પરંતુ શાળાના દિવસોથી સમુદ્રશાસ્ત્રમાં રસ છે. સરસ કામ કરવાનો મોકો મળ્યો. પીએમનો આભાર...' આ હું નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુ કહે છે. એક દિવસ પહેલા જ તેમને કાયદા મંત્રીમાંથી હટાવીને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. રાજકીય નિવેદનો કરવામાં આવી રહ્યા છે. વિપક્ષના ઘણા નેતાઓ તેમની મજા માણી રહ્યા છે. પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે તેને આમાં પણ રસ છે અને તે સારું કામ કરશે. તેમના સ્થાને રાજસ્થાનના બિકાનેરથી સાંસદ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. રિજીજુએ વધુમાં કહ્યું કે, આ પહેલા પણ પીએમ મોદીએ મને ઘણા અલગ-અલગ વિભાગોની જવાબદારી સોંપી છે. વિરોધીઓના ઘેરવાના સવાલ પર તેમણે કહ્યું કે, તેઓ વિપક્ષ છે, બોલવાનું તેમનું કામ છે, તેથી તેઓ ચોક્કસ બોલશે.

શુક્રવારે CJI DY ચંદ્રચુડે બે નવા ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. જેમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને એડવોકેટ કે.વી.વિશ્વનાથનનો સમાવેશ થાય છે. આ સાથે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં 34 જજોનો કોરમ પુરો થઈ ગયો છે. ઓગસ્ટ 2030 માં કે.વી. વિશ્વનાથન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બનશે. વિશ્વનાથન 24 મે, 2031 સુધી એટલે કે 9 મહિનાથી વધુ સમય સુધી દેશની સર્વોચ્ચ અદાલતનું નેતૃત્વ કરશે.16 મેના રોજ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કે.વી. વિશ્વનાથન અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને SC જજ તરીકે બઢતી માટે કેન્દ્રને ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફે કેન્દ્રને ભલામણ મોકલી હતી. તેમણે કહ્યું હતું- 'સુપ્રીમ કોર્ટમાં 34 જજ હોવા જોઈએ, પરંતુ હવે માત્ર 32 જજ છે. કેટલાક ન્યાયાધીશોની નિવૃત્તિ બાદ જુલાઈના બીજા સપ્તાહ સુધી માત્ર 28 જજ જ બાકી રહેશે. આ કારણોસર આ બંને ન્યાયાધીશોની પ્રથમ નિમણૂક કરવી જોઈએ.

ભારતના આધુનિક ઈતિહાસમાં ગુજરાતીઓના મહત્વપૂર્ણ યોગદાન વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. વાત જાણે એમ છે કે, દિલ્હીમાં 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતના આધુનિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે. દિલ્હીમાં 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભારતની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી છે. અમિત શાહે કહ્યું કે, ગાંધીજીના કારણે દેશને આઝાદી મળી, સરદાર સાહેબના કારણે દેશ એક થયો, મોરારજી દેસાઈના કારણે દેશની લોકશાહી પુનઃજીવિત થઈ અને નરેન્દ્ર મોદીના કારણે ભારતનું નામ દુનિયામાં રોશન થયું. તેમણે કહ્યું કે, આ ચાર ગુજરાતી સેલિબ્રિટીઓએ મહાન કાર્યો કર્યા છે અને તેઓ સમગ્ર દેશનું ગૌરવ છે.

Home Minister Shah said 'Important contribution of 4 Gujaratis in modern India'

રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં અમેરિકાના 10 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. અહીં તે તમામ કાર્યક્રમોમાં સામેલ થશે. તે 30 મેના રોજ સાંતા ક્લેરામાં 'મોહબ્બત કી દુકાન' ખોલશે. રાહુલના આ કાર્યક્રમના પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં લોકોને પધારવા અપીલ કરવામાં આવી છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના કાર્યક્રમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, 'મોહબ્બત કી દુકાન' ઈવેન્ટ ઈન બે એરિયા. બિનસાંપ્રદાયિક અને લોકશાહી ભારત માટે હાથ મિલાવો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. પોસ્ટરમાં હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ ગાંધી 28 મેના રોજ અમેરિકા જવા રવાના થશે. તેઓ અહીં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ 29-30 મેના રોજ એનઆરઆઈને પણ મળશે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ 31 મેથી 10 દિવસ માટે અમેરિકાના પ્રવાસે જશે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ