બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / Cigarettes can cause great harm not only to the smoker but also to bystanders

સ્વાસ્થ્ય / ના હોય! સિગારેટ પીનારને જ નહીં, આસપાસમાં ઊભા રહેનારને પણ પહોંચાડી શકે મોટું નુકસાન, થર્ડ હેન્ડ સ્મોકથી સાવધાન

Kishor

Last Updated: 03:35 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO ના રિપોર્ટ મુજબ વિશ્વમાં દરરોજ 14,000 લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે.સિગારેટ પીનારા જ નહીં તેની આસપાસ ઊભેલા લોકોને પણ નુકસાન થાય છે.

  • થર્ડ હેન્ડ સ્મોકથી કેન્સર સહિત અન્ય રોગો થવાનું જોખમ 
  • થર્ડ હેન્ડ સ્મોકના કારણે ગર્ભસ્થ બાળકના ફેફસાના વિકાસમાં અવરોધ આવી શકે છે
  • વિશ્વમાં દરરોજ 14,000 લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે તે સમગ્ર દુનિયા જાણે છે.ધુમ્રપાનથી હ્રદયરોગ, સ્ટ્રોક, ફેફસાના કેન્સર જેવી બીમારીઓનું જોખમ રહે છે. WHO ના રિપોર્ટ મુજબ વિશ્વમાં દરરોજ 14,000 લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે.સિગારેટ પીનારા જ નહીં તેની આસપાસ ઊભેલા લોકોને પણ નુકસાન થાય છે.આ સિવાય થર્ડ હેન્ડ સ્મોક પણ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે.

home remedies for quit smoking


શું છે થર્ડ હેન્ડ સ્મોક 

થર્ડ હેન્ડ સ્મોક  સિગારેટ, બીડી અને સિગારમાંથી નીકળતા ધુમાડાના અવશેષો છે. ઝેરી ધૂમાડાના અવશેષો કપડામાં, વાળ, ચામડી, સામાન, રૂમ, કાર, કાર્પેટ, બાળકોના રમકડાંમાં પણ ચોંટી જાય છે. સિગારેટના ધુમાડામાંથી બહાર આવતા, આ ઝેરી તત્વો કેમિકલ રીએક્શન કરી સમય જતાં તે વધુ ખતરનાક બની જાય છે. જો કોઈ વ્યક્તિએ ધૂમ્રપાન ન કર્યું હોય અને તે એક એવા રૂમમાં બેઠો હોય જ્યાં કોઈએ ધૂમ્રપાન કર્યું છે તો પણ તમે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવી શકો છો. થર્ડ હેન્ડ સ્મોકમાં એવા પદાર્થો હોય છે જે સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે.

કેન્દ્ર સરકાર કરી રહી છે એવી તૈયારી કે સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન કરતા  પકડાશો તો ચુકવવો પડશે અધધ દંડ | govt proposes to increase legal age of  smoking to 21 years ban loose ...

બાળકો અને પુખ્ત વયના લોકો પર આ રીતે કરે છે અસર 

તે સૌથી પહેલા બાળકો પર અસર કરે છે.બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, અસ્થમા, કાનમાં ઈન્ફેક્શન, વારંવાર બીમાર પડવું, ન્યુમોનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. થર્ડ હેન્ડ સ્મોકથી કેન્સર સહિત અન્ય રોગો થવાનું જોખમ પણ રહે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર થર્ડ હેન્ડ સ્મોકના કારણે ફેફસાના કેન્સરનો ખતરો રહે છે. આ સિવાય સ્વાદુપિંડ, કિડની રોગ, મોઢાના રોગને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. ગળાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.આ આડઅસરો સિવાય પુખ્ત વયના લોકોમાં થર્ડ હેન્ડ સ્મોકના કારણે પણ કફની સમસ્યા સામાન્ય કરતાં વધુ હોય શકે છે.

ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક 

થર્ડ હેન્ડ સ્મોકિંગની અસર ગર્ભવતી મહિલાઓ પર  પડવાની સાથે સાથે ગર્ભમાં રહેલા બાળક પર પણ અસર થઈ શકે છે.  એક રિસર્ચ અનુસાર થર્ડ હેન્ડ સ્મોકના કારણે ગર્ભસ્થ બાળકના ફેફસાના વિકાસમાં અવરોધ આવી શકે છે. બાળકના જન્મ પછી શ્વાસ સંબંધી બિમારીનું જોખમ વધી જાય છે.

થર્ડ હેન્ડ સ્મોકિંગથી તમારા પરિવારને કઈ રીતે બચાવવા

  • નવજાત શિશુ, બાળકો, ગર્ભવતી મહિલાઓ, ઘરમાં અને  કારમાં હોય ત્યારે સ્મોકિંગ કરશો નહીં.
  • સ્મોકિંગ કર્યા બાદ હાથને સારી રીતે સાફ કરો અને કપડાને  એન્ટિસેપ્ટિક લિક્વિડ ડિટર્જન્ટથી સાફ કરો.
  • સ્મોકિંગ કરતી વખતે અન્ય લોકોથી અંતર જાળવીને રાખો.
  • સ્મોકિંગ કરવા માટે સ્મોકિંગ ઝોનમાં  જાઓ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ