બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Choreographer salman khan says immigration officer troubled him at banglore airport for not knowing kannada

વિવાદ / ડાન્સર સલમાન ખાનને કન્નડ નહોતી આવડતી તો એરપોર્ટ પર કરાયો પરેશાન, ડાન્સરે વીડિયો શેર કરીને PM મોદીનું આપ્યું ઉદાહરણ

Vaidehi

Last Updated: 07:18 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્યોગ્રાફર સલમાન ખાને ખુલાસો કર્યો કે બેંગલૂરુમાં જન્મ્યાં હોવા થતાં કન્નડ ભાષા ન જાણતા હોવાથી બેંગલૂરું એરપોર્ટ પર એક ઈમિગ્રેશન ઓફિસરે તેમને હેરાન કર્યાં હતાં.

  • કોરિયોગ્રાફર સલમાન યૂસુફ ખાને મૂક્યો વીડિયો
  • એરપોર્ટ પર અધિકારી સાથે થયેલી વાત અંગે કર્યો ખુલાસો
  • કન્નડ ભાષા બોલવા અંગે અધિકારીનાં વ્યવહારનો કર્યો ખુલાસો

બોલીવુડ કોરિયોગ્રાફર સલમાન યૂસુફ ખાને હાલમાં જ કહ્યું કે બેંગલૂરુંમાં ઈમિગ્રેશન અધિકારીએ બુધવારે તેમને કન્નડ ન જાણતાં હોવાથી તેમને હેરાન કર્યો હતો. તેમણે પોતાના ઓફિશિય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરીને પોતાનો દુબઈ જવા સમયેનો આ અનુભવ શેર કર્યો.

સલમાન ખાને વીડિયો પોસ્ટ કરી કર્યો ખુલાસો
સલમાન યૂસુફ ખાને પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને ખુલાસો કરતાં કહ્યું કે બેંગલૂરુંમાં જન્મ્યા હોવા છતાં કન્નડ ન જાણવા માટે તેમને બેંગલૂરુ એરપોર્ટ પર એક ઈમિગ્રેશન અધિકારીએ હેરાન કર્યાં હતાં. 

'શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કન્નડ જાણે છે?'
તેમણે કહ્યું કે તેમને પોતાને સાબિત કરવું હતું. તેથી તેમણે કહ્યું કે તે હિન્દી જાણે છે અને પૂછ્યું કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કન્નડ જાણે છે? તેમણે કહ્યું કે તેમને એરપોર્ટ પર અધિકારીઓનાં આ મામલા પર ફરિયાદ નોંધાવવાનાં પ્રયાસો કર્યાં પરંતુ તેમણે દાવો કર્યો છે કે તેમને ત્યાંથી કોઈપણ પ્રકારની મદદ મળી નથી.

તમામ ઘટના અંગે સલમાને આપી માહિતી
સલમાને વીડિયોમાં કહ્યું કે, 'દુબઈનાં રસ્તા પર હું આ ઈમિગ્રેશન અધિકારીથી મળું છું તો તે મારી સાથે કન્નડમાં વાત કરે છે અને હું મારી તૂટી-ફૂટી કન્નડમાં તેમને એ કહેવાનો પ્રયાસ કરું છું કે હું ભાષા સમજું છું પરંતુ એટલી સારી રીતે વાત નથી કરી શકતો. ત્યારબાદ તે મારો પાસપોર્ટ દર્શાવે છે જેમાં મારું નામ, જન્મસ્થળ અને પિતાનું નામ અને તેમનું જન્મસ્થળ દર્શાવી કહે છે કે તમે અને તમારા પિતા બેંગલૂરુમાં જ જન્મયા છો અને તમે કન્નડ નથી બોલી શકતાં. જેમાં મેં જવાબ આપ્યો કે અહીં જન્મ્યા હોવાનો એ અર્થ નથી કે હું આ ભાષા સાથે પેદા થયો છું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ