China brings in mandatory facial recognition for mobile phone users
ટેકનોલોજી /
આ દેશમાં હવે ફેસ સ્કેનિંગ વિના મોબાઇલ યુઝ નહીં થઇ શકે: સીમકાર્ડ પણ નહીં મળે
Team VTV07:21 PM, 02 Dec 19
| Updated: 07:23 PM, 02 Dec 19
ચીનને સર્વેલન્સનો દેશ કહેવામાં આવે છે. કારણ કે ચીનની સરકાર લોકો પર જેવી નજર રાખે છે તેવું બહુ ઓછા દેશોમાં હશે. ચીનમાં લોકશાહી નથી તેથી ત્યાં અંકુશો પણ ઘણા બધા છે. ફેસબુક,ગુગલ,વોટસએપ પર ત્યાં પ્રતિબંધ છે. ત્યાં જનઆંદોલન થતાં નથી અને થાય તો તેને લોખંડી હાથે કચડી નાખવામાં આવે છે. ચીનની સરકારે હવે એક નવો કાયદો ઘડ્યો છે. જે મુજબ કોઇપણ નાગરિકને ફેસ સ્કેન વિના સીમકાર્ડ નહીં મળે અને ફોનનો ઉપયોગ પણ કરી શકશે ચીનની સરકારના આ નિર્ણયનો વિવાદ થઈ રહ્યો છે. નિર્ણયનો વિવાદ થઈ રહ્યો
છે.
ભારત સહિત અનેક દેશોમાં નવો મોબાઇલ અથવા સિમકાર્ડ ખરીદતી વખતે લોકોને પોતાનું સરકારે માન્ય કરેલું ઓળખકાર્ડ બતાવવું પડે છે. પરંતુ ચીનમાં લોકોએ પોતાની ઓળખ સાબિત કરવા માટે ફેસ સ્કેન કરવું પડશે. ચીન ઘણા વર્ષોથી આવા નિયમો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી દરેક વ્યકિત તેની સાચી ઓળખ સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે. ટેલિકોમ ઓપરેટરો માટેના આ નવા નિયમો ચીનના માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઘડ્યા હતા. જેથી સિસ્ટમ મજબૂત બને અને સરકાર તમામ મોબાઇલ ફોન યુઝર્સની ઓળખ કરી શકે.
ગત સપ્ટેમ્બરમાં નિયમોની જાહેરાત કરવામાં આવી ત્યારે ચીની મીડિયાએ તેના પર વધારે ધ્યાન આપ્યું ન હતું. પરંતુ સોશિયલ મીડિયામાં મોટા પાયે તેની સામે ગણગણાટ શરુ થઇ ગયો છે. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ વેઇબો પર એક નાગરિકે કહ્યું કે લોકોની પ્રાઇવેસી પર વોચ રાખવામાં આવી રહી છે. ચીન પહેલાથી જ મોટા પાયે ઇન્ટરનેટ પરના કન્ટેન્ટ સેન્સર કરી રહ્યું છે. 2017માં દેશભરમાં 17 કરોડ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત, 2020 સુધીમાં 40 કરોડ કેમેરા લગાવાનું લક્ષ્ય હતું. આ સિવાય ચીન એક ' સોશિયલ ક્રેડિટ' સિસ્ટમ બનાવી રહ્યું છે. જેથી તેના તમામ નાગરિકોના આચરણ અને જાહેર સંપર્કને એક ડેટાબેસમાં રાખી શકાય. સર્વેલન્સ સિસ્ટમ્સમાં ચહેરાની ઓળખ આસાનીથી થાય છે. ગુનેગારોને પકડવા માટે તે ઉપયોગી છે પોલીસે આ ટેકનીકની મદદથી એક કોન્સર્ટમાં 60 હજાર લોકોની મેદની વચ્ચેથી એક ભાગેડુ ગુનેગારને ઝડપી લીધો હતો.જોકે ફેસ સ્કેનિંગ ચીનમાં વ્યાપક રીતે વપરાયછે.દુકાનો અને સુપરમાર્કેટ્સમાં ખરીદી કરવા માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે.