બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Children forced to study sitting in the open in Anand's primary school

આંકલાવ / VIDEO : વાતો સ્માર્ટ સ્કૂલોની, પણ ગામડાઓમાં પગ મૂકતાં બીક લાગે તેવી સ્કૂલો : આણંદમાં ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર છે બાળકો

Priyakant

Last Updated: 10:29 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Latest News: પ્રાથમિક શાળામાં બાળકો પણ છે, પરંતુ ઓરડો નથી. આ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે. ઓરડાની દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા

  • આણંદના આંકલાવમાં સુચારું શિક્ષણ વ્યવસ્થાના દાવાના લીરેલીરાં ઉડ્યાં
  • પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર
  • પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત, ઓરડાની દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા

Anand News : આણંદના આંકલાવમાં સુચારું શિક્ષણ વ્યવસ્થાના દાવાના લીરેલીરાં ઉડતા જોવા મળ્યા છે. વાત જાણે એમ છે કે, આંકલાવની ઝાલાપુરા પ્રાથમિક શાળામાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. આ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે તો ઓરડાની દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા છે. ત્યારે હવે સવાલ ઊભો થાય છે કે, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? 

રાજ્યમાં સુચારું શિક્ષણ વ્યવસ્થાના મોટા દાવાઓ કરવામાં આવે છે. જોકે તેનાથી એકદમ વિપરીત આણંદના  આંકલાવની ઝાલાપુરા પ્રાથમિક શાળાએ સુચારું શિક્ષણ વ્યવસ્થાના દાવાનો છેદ ઉડાડી દીધો છે. ઝાલાપુરા પ્રાથમિક શાળામાં બાળકો પણ છે, પરંતુ ઓરડો નથી. આ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે. ઓરડાની દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયા છે તો ઓરડાની છતના પતરા પણ તૂટેલી હાલતમાં છે.

કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર 
વિગતો મુજબ આ પ્રાથમિક શાળામાં માત્ર એક જ ઓરડો સારી હાલતમાં છે. જેથી કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. ધોરણ 1થી 5 વચ્ચે માત્ર એક જ વર્ગખંડ હોવાથી બાળકોને બહાર બેસાડવાની નોબત આવી છે. આ તરફ હવે ઓરડા વિના 111 બાળકોનું ભવિષ્ય અંધારામાં મુકાયું છે. 

અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય 
ગામના સ્થાનિકો અને શિક્ષકોનો આક્ષેપ છે કે, શાળામાં ઓરડાનો અભાવ અને સમારકામ માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનો કોઇ ઉકેલ લવાયો નથી. ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યાં છે. ત્યારે હવે આ શાળાને વહેલીતકે રિપેર કરવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ