બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chennai man finds elderly woman fluent in english begging on streets video viral

OMG / VIDEO: પતિ ભારત લઈને આવ્યા અને બધા મરી ગયા...: ભીખ માંગતા દાદીમાનું ફાંકડું અંગ્રેજી સાંભળી ચોંકી જશો

Arohi

Last Updated: 11:59 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chennai Elderly Woman Video Viral: સોશિયલ મીડિયા પર એક 81 વર્ષીય વૃદ્ધાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમનું નામ મર્લિન છે તેઓ મ્યાનમારના રહેવાસી હતા. પરંતુ સમય અને સંજોગો એવા બદલાયા કે તેમની આ સ્ટોરી તમારા આંખમાં આંસુ લાવી દેશે.

  • રસ્તા પર ભીખ માંગીને પેટ ભરી રહ્યા છે 81 વર્ષીય વૃદ્ધા 
  • એક સમયે હતા શિક્ષક
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો  

ચેન્નાઈની ખૂબ જ વ્યસ્ત લાઈફસ્ટાઈલ વચ્ચે એક કન્ટેન્ટ ક્રિએટર મોહમ્મદ આસિક નામના યુવકની મુલાકાત મર્લિન નામની એક વૃદ્ધ મહિલા સાથે થઈ. તેઓ રસ્તા પર ભીખ માંગીને પોતાનું પેટ ભરતા હતા. યુવક અને વૃદ્ધા વચ્ચેની વાતચીત અને વૃદ્ધાની કરૂણ કહાની તમારી આંખોમાં આંસુ લાવી દેશે. 

મ્યાનમારના રહેવાસી છે મર્લિન
81 વર્ષીય મર્લિન મ્યાનમારના રહેવાસી છે. એક સમય હતો જ્યારે તેણી હાલના સંજોગો કરતા ખૂબ જ અલગ જીવન જીવી રહ્યા હતા. તેમણે એક ભારતીય સાથે લગ્ન કર્યા અને ચેન્નાઈ આવી ગયા. પરંતુ તેમને પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. તેમના પરિવારના તમામ સભ્યોનું અવસાન થઈ ગયું. હવે તેમના પરિવારમાં કોઈ રહ્યું નથી. તેઓ એકલા પડી ગયા છે અને ગુજરાન ચલાવવા માટે ભીખ માંગે છે. જો કોઈ કંઈ આપે તો તેનાથી પોતાનું પેટ ભરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Merlin (@englishwithmerlin)

વૃદ્ધાએ જણાવી પોતાની આપવીતી
પરંતુ એક અજાણ્યા યુવકે તેમને રસ્તા પર ભીખ માંગતા જોયા અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની સાથેની વાતચીતમાં હૃદયને સ્પર્શી જાય તેવી વાત સામે આવી. વાતચીતમાં જાણવા મળ્યું છે મર્લિન ખૂબ જ સારૂ અને ફળફળાટ અંગ્રેજી બોલી શકે છે. તેમણે જણાવ્યું કે તેઓ પહેલા શિક્ષિકા હતા અને વર્ષો સુધી પોતાના હોમટાઉનમાં શિક્ષક રહી ચુક્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Merlin (@englishwithmerlin)

યુવકે કરી વૃદ્ધાની મદદ 
મર્લિનની વાતો સાંભળીને યુવક ચોંકી ઉઢ્યો હતો. તેણે વૃદ્ધાને એક નવી સાડી ભેટ આપી અને તેણે અંગ્રેજી ટ્યુશન આપવાની ઓફર પણ કરી. અને ભીખ ન માંગવા માટે કહ્યું. તેણે "English with Merlin" નામનું ઈન્સ્ટાગ્રામ પેજ પણ શરૂ કર્યું છે. આ પેજ પર હવે મર્લિન પોતાના દર્શકોને અંગ્રેજી સ્ટોરી દ્વારા અંગ્રેજી શિખવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Merlin (@englishwithmerlin)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ