બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chaudhary Community, Vipul Chaudhary, Haribhai Chaudhary's groups

બે'ફાડિયા' / ચૌધરી સમાજમાં બે જૂથોમાં આર યા પાર, વિધાનસભા ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન, ભાષણમાં મોં ફાટ બોલ

Vishnu

Last Updated: 10:19 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપુલ ચૌધરીએ "હરિભાઈને દગાબાજ, તો અશોક ચૌધરીને પપ્પુ કહ્યા", શું સમાજને હાથો બનાવવાથી મળશે રાજકીય પદ?

  • ચૌધરી સમાજમાં બે જૂથો આમને-સામને 
  • વિપુલ ચૌધરી, હરિભાઇ ચૌધરીના જૂથોનું શક્તિ પ્રદર્શન
  • રાજકીય લાભ માટે સમાજનો ઉપયોગ!

પોતાના રાજ માટે... અને રાજનીતિમાં સક્રિય થવા માટે સમાજમાં જ ભાગલા પાડવાનું રાજકારણ હવે ગુજરાતમાં શરૂ થયું છે.. 2017ની વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીકમાં આવી રહી છે.. તેમ તેમ દરેક સમાજના મોટા માથાઓ રાજનીતિમાં પ્રવેશ માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.. જેમાં ઉત્તર ગુજરાતમાં પાટીદાર અને ઠાકોર બાદ ચૌધરી સમાજમાં નવાજૂનિના એંધાણ વર્તાયા છે.. કારણ કે, પૂર્વ મંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરીએ હવે દૂધ સાગરના ચેરમેન અશોક ચૌધરી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ ચૌધરી પર જાહેર સભામાં વિવાદા સ્પદ ટિપ્પણી કરી છે... જેને લઈને ચૌધરી સમાજમાં બે ફાટા પડતાની સાથે રાજનીતિ ગરમાઈ છે.

દૂધસાગરમાંથી સત્તા ગુમાવવાના ગમમાં વિપુલ ચૌધરી
મહેસાણામાં પણ ચૌધરી સમાજના અલગ અલગ સ્થળે સંમેલનો યોજાયા હતા. જેમાં હરી ચૌધરીના સમર્થનમાં માણસા અને બોરિયાવી ખાતે સંમેલન યોજાયા હતા તો વિપૂલ ચૌધરીના સમર્થનમાં વિસનગરના ગુંજામાં સંમેલન યોજાયુ હતુ. જ્યાં વિપુલ ચૌધરીઓએ ડેરીને લઈ ઋષીકેશ પટેલ પર આક્ષેપો કરી તેમના રાજીનામાંની માગ કરી હતી.

આરોગ્યમંત્રીના રાજીનામાની કરી માંગ
ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ફરી સક્રિય થવા માટે રણમેદાનમાં નિકળેલા અને એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આપનારા વિપુલ ચૌધરી હવે આરોગ્યો મંત્રી પર પણ ગરજવા લાગ્યા છે.. તેમણે તો દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં પોતાનું રાજ ખતમ કરવામાં આરોગ્ય મંત્રીનો જ હાથ હોય તેવા આક્ષેપો લગાવ્યા છે.. સાથે જ આરોગ્યો મંત્રીના રાજીનામાની માગ કરી છે..

વિધાનસભા ચૂંટણી 2022માં જ્ઞાતિનું ફેક્ટર
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને રાજકીય પક્ષોએ તેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ચૂંટણીઓમાં સ્વાભાવિકપણે અમુક સમીકરણો પર વિશેષ ધ્યાન અપાતું જ હોય છે અને તેમાં જે સમીકરણ સૌથી વધુ ધ્યાને લેવાય છે તે છે જ્ઞાતિગત સમીકરણ. જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે. તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી.  

રાજકીય પક્ષો તેમને નજરઅંદાજ નથી કરી શકતી તે વાત સ્વાભાવિકરીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ વધતો આપણે જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જોઇ રહ્યા છીએ. અનેક સમાજોની બેઠક થાય છે. જેમ રાજકીય પક્ષો સમાજ અને સમાજના લોકનેતાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળે છે તેમ સમાજના આગેવાનો ચૂંટણી ટાણે પોતાની અનેક માંગ ઉઠાવતા પણ જોવા મળતા હોય છે. સિક્કાની બે બાજુ જેવો આખો આ મુ્દ્દો છે. કારણકે ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષોને સમાજ અને સમાજનું હિત યાદ આવે છે તો આ તરફ ચૂંટણી આવે એટલે જ સમાજને પણ તેમની માંગ યાદ આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ