બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / CCTV of BMW car accident in Ahmedabad

અમદાવાદની ચકચારી ઘટના / પુત્રએ BMWથી ચાર લોકોને ફંગોળ્યા, પરિવાર ઘર બંધ કરીને ફરાર: CCTV પણ આવ્યા સામે

Priyakant

Last Updated: 01:42 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ BMW અકસ્માતનો વિડીયો સામે આવ્યો તો અન્ય એક વાયરલ વિડીયોમાં BMW કારની 100થી વધુ સ્પીડ જોવા મળી, પોલીસ તપાસ શરૂ

  • અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ BMW અકસ્માત મામલો  
  • યુવકે બેફામ કાર ચલાવી ચાર લોકોને અડફેટે લેતા 2ની હાલત ગંભીર 
  • સત્યમ શર્મા અકસ્માત કર્યા બાદ મોડીરાતથી પરિવાર સાથે ફરાર 

અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર BMW કારચાલકે બેફામ ડાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવી છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો ઝડપાઈ છે. જેને લઈ હવે કારને સોલા પોલીસ સ્ટેશન લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે હવે અકસ્માતના CCTV સામે આવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં BMW કારના અકસ્માતની ઘટના બાદ અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં BMW કારની 100થી વધુ સ્પીડ જોવા મળી છે. જોકે હવે પોલીસે આ મામલે પણ તપાસ તેજ કરી છે. 

અકસ્માતના CCTV સામે આવ્યા
અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. આ વિડીયોમાં CCTVમાં BMW પૂરપાટ ઝડપે જતી દેખાઈ રહી છે. વિગતો મુજબ પૂરપાટ ઝડપે આવતી કારે 4 લોકોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો બીજી તરફ અકસ્માત થયા બાદ ગઇકાલ રાતથી સત્યમ શર્મા અને તેનો પરિવાર ફરાર થઈ ચૂક્યો છે. 

BMW કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમદાવાદમાં BMW કારના અકસ્માતની ઘટના બાદ હવે એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલ BMW કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કારની 100થી વધુ સ્પીડ જોવા મળી છે. આ તરફ હવે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની તપાસ શરૂ કરવામાં આવી છે. વાયરલ વીડિયો અકસ્માત કરનારા વ્યક્તિની છે કે નહીં તે મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. જોકે નોંધનીય છે કે, VTV NEWS વાયરલ વીડિયોની ખરાઈ કરતું નથી. 

અકસ્માત બાદ સત્યમ શર્મા પરિવાર સાથે ફરાર 
ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીનું નામ સામે આવ્યું છે. જેમાં સત્યમ શર્મા નામનો વ્યક્તિ ગઈકાલે રાત્રે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેને લઈ VTV ન્યૂઝની ટીમ તેમના ઘરે પહોંચી હતી જોકે કાલ રાતથી આરોપી સત્યમ શર્માનું ઘર બંધ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે અકસ્માતનો ભોગ બનેલા દંપતીનું પરિવાર સત્યમ શર્માના ઘરે પહોંચ્યું હતું. જોકે રાત્રે 11 વાગ્યા બાદથી શર્મા પરિવાર ફરાર થઈ ગયો હોવાનું પણ ખૂલ્યું છે. 

શું હતો સમગ્ર મામલો ? 
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક એક BMW કારના ચાલકે બેફામ ડાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. આ તરફ હવે કારચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જોકે ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ બનેલી ઘટનામાં અત્યાર સુધી 3 થી 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. 

કારમાંથી દારૂની બોટલ અને ભાજપનો ખેસ મળ્યો 
અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અનેક નવી બાબતો સામે આવી રહી છે. આ ઘટનામાં BMW કારચાલકે રસ્તે જતા 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જે બાદમાં કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ તરફ પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો છે.  

શું કહ્યું આરોપી સત્યમ શર્માના રસોઇયાએ  ? 
સમગ્ર મામલે સત્યામ શર્માના ફરાર થવા અંગે ગૌતમભાઈ નામના રસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, શર્મા પરિવાર પાસે 4 જેટલી રોયલ કાર છે. આજે સવારથી ફોન કરી રહ્યો છું પણ ફોન બંધ છે. 

શું કહ્યું ઇજાગ્રસ્તોના પરિવારે ? 
સમગ્ર મામલે VTV ન્યૂઝ દ્વારા ઇજાગ્રસ્તોના પરિવારના એક મહિલાને પૂછતાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ મારા જીજાજીનો ફોન આવ્યો કે એક ગાડી અમને ટક્કર મારીને જતી રહી છે. અકસ્માત દરમિયાન મારી બેન ઊછળીને બહુ દૂર પડી હતી અને મારા જીજાજીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ બંનેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે એ બંનેનું ઓપરેશન છે. મારા જીજાજીને ફ્રેકચર અને બહેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ આજે ઓપરેશન છે. અમારી એક જ માંગ છે કે, અકસ્માત કરી ફરાર થઈ જનાર સામે કડકમાં કડક સજા થવી જોઈએ. 

શું કહ્યું પોલીસે ? 
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલે હવે N ડિવિઝન ACP અશોક રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. ACPએ જણાવ્યું હતું કે, રાતે 10 વાગ્યે અમે કેસ નોધ્યો હતો, BMW કાર ફૂલ જડપે જતિ હતી. આ દરમિયાન અમિત ભાઈ અને તેમના પત્નીને ઇજા થઈ છે. હાલ તેઓ ZYDUS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે ગાડીમાંથી દારૂની બોટલ મળી હતી, જેનો અલગ કેસ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. પોલીસે કહ્યું કે, સત્યમ શર્મા નામનો યુવક કાર ચલાવતો હતો, કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. આ સાથે કહ્યું કે, પ્રાથમિક તપાસ હજુ ચાલી રહી છે. ગાડીની સ્પીડ કેટલી હતી તેની તપાસ FSL દ્વારા કરાશે. પોલીસે કહ્યું કે, અક્સ્માતની ઘટના સ્થળ અને ગાડી મળી તે જગ્યાના CCTVની તપાસ કરાશે. સત્યમ શર્મા સોશિયલ મીડિયામાં પૂર ઝડપે કાર ચલાવી વીડિયો અપલોડ કર્યો હતો. આ સાથે પોલીસે કહ્યું હતું કે, તે વીડિયોના આધારે પણ અલગ કેસ નોધાવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ