બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / causes of urinary incontinence and tips to avoid it

તમારા કામનું / મહિલાઓમાં વધી રહી છે યૂરિન લીકેજની સમસ્યા: જાણો કઈ રીતે કરી શકાય કંટ્રોલ

Manisha Jogi

Last Updated: 08:20 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસતા સમયે યૂરિન થઈ જાય તો આ બાબતને હળવાશમાં ના લેવી જોઈએ. આ બિમારી પર સમય રહેતા ધ્યાન આપવામાં ના આવે તો વધુ તકલીફ થઈ શકે છે. 30-35 વર્ષ પછી આ પ્રકારની સમસ્યા જોવા મળે છે

  • યૂરિન લીક થવાની બાબતને હળવાશમાં ના લેવી
  • મહિલાઓમાં યૂરિન લીકેજની સમસ્યામાં વધારો
  • 30-35 વર્ષ પછી આ પ્રકારની સમસ્યા જોવા મળે છે

હસતા સમયે યૂરિન થઈ જાય તો આ બાબતને હળવાશમાં ના લેવી જોઈએ. મહિલાઓને આ પ્રકારની તકલીફ થઈ રહી છે. યૂરિન સાથે જોડાયેલ આ બિમારીને યૂરિનરી ઈનકોન્ટિનેંસ કહેવામાં આવે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે. આ બિમારી પર સમય રહેતા ધ્યાન આપવામાં ના આવે તો વધુ તકલીફ થઈ શકે છે. 30-35 વર્ષ પછી આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. 

યૂરિનરી ઈનકોન્ટિનેંસ થવાના કારણો
પેલ્વિક માંસપેશીઓ નબળી પડી જવી

પ્રી મેનોપોઝ તથા વધતી ઉંમરને કારણે મહિલાઓની પેટના નીચેના ભાગની માંસપેશીઓ નબળી પડી જાય છે. જેના કારણે યૂરિન લીક થવાની સમસ્યા થાય છે. 

જૂની બિમારી
અયોગ્ય ખાનપાન, ક્રોનિક બિમારી, શારીરિક નબળાઈને કારણે યૂરિન લીક થવાની સમસ્યા છે. પેલ્વિક માંસપેશીઓ નબળી પડી જવાને કારણે હસવાથી, ખાંસી ખાવાથી અને છીંક આવે તો બ્લેડર પર પ્રેશર આવે છે, જેના કારણે યૂરિન લીક થાય છે. 

ડિલીવરી
બાળકની ડિલીવરી પછી મહિલાઓને આ સમસ્યા થાય છે. આ કારણોસર બાળકને જન્મ આપવામાં માંસપેશીઓ ખેંચાય છે. જેના કારણે માંસપેશીઓ નબળી પડી જાય છે. 

મેદસ્વીતા અને ડાયાબિટીસ
મહિલાઓમાં મેદસ્વીતા અને ડાયાબિટીસની સમસ્યાને કારણે યૂરિન લીક થવાની પ્રોબ્લેમ થાય છે. 

ઈલાજ

  • ઘણા સમયથી આ તકલીફ થતી હોય તો ડોકટરની સલાહ લેવી.
  • લાઈફસ્ટાઈલમાં સુધારો કરો.
  • ગળી અને ખાટી વસ્તુઓનું સેવન ઓછું કરવું.
  • ચા-કોફીનું સેવન ના કરવું અને ધૂમ્રપાન ના કરવું. 
  • માંસપેશીઓ મજબૂત કરવા માટે એક્સરસાઈઝ કરો
  • બ્લેડર ટ્રેનિંગ લેવી. આ ટ્રેનિંગમાં બ્લેડરને યૂરિન રોકવા માટે તાલીમ આપવામાં આવે છે. 
  • જરૂર પડે તો મેડિકેશન ચાલુ કરવી.
  • સર્જરીની જરૂર હોય તો ગભરાવું નહીં. 
  • યોગા કરવાથી પણ આ સમસ્યાથી રાહત મળી શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ