બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Cashdoles will be paid to affected affected persons

ગાંધીનગર / વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત, પુખ્ત વયની વ્યક્તિ અને બાળકો પ્રતિદિનના આટલા રૂપિયા મળશે, પરિપત્ર જાહેર

Dinesh

Last Updated: 06:56 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડા સમય સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી સરકારે નિર્ણય લીધો

  • સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવામા આવશે
  • અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન ચુકવાશે 


બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્રે જણાવી દઈએ કે, સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો છે, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવશે.

જુઓ પરિપત્ર 

મહેસુલ વિભાગે પરિપત્ર બહાર પાડ્યું
પરિપત્રમાં જણાવ્યું છે કે, કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેસડોલ)ની સહાય ચુકવવા માટેના ધોરણો રજૂ કર્યો છે. જે ઠરાવ મુજબ વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહીવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચુકવવાની જરૂરિયાચ ઉદ્ભવતા મહેસુલ વિભાગના ઠરાવથી સહાયની રકમ ચુકવવાની થાય છે.

મહત્તમ 5 દિવસ સહાય
વધુમાં પરિપત્રમાં જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ 5 દિવસ માટે મુખ્ત વયની વ્યક્તિ માટે રૂ 100 પ્રતિ દિને અને બાળકદીઠ રૂ. 60 પ્રતિદિનની સહાય રોકડ ચુકવવા આથી ઠરાવ કર્યો છે.

રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું- CM
કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ. વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ