બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cases of heart attack increased in Gujarat: On the sixth day of Navratri, two youths died of heart attacks in Ahmedabad and Kapdvanj

ચિંતાજનક / કોઈ ચાલુ ગરબામાં ઢળી પડ્યું, તો કોઈના નાકમાંથી લોહી આવ્યું: છઠ્ઠા નોરતે હાર્ટ એટેકથી 17 અને 28 વર્ષના બે યુવકોના નિધન, એક મોત શંકાસ્પદ

Malay

Last Updated: 12:06 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાર્ટ એટેકે લીધો ઉપાડોઃ નવરાત્રીના છઠ્ઠા નોરતે અમદાવાદ અને કપડવંજમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત, જ્યારે એક યુવકના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે

  • કપડવંજમાં 17 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત 
  • સુરતમાં ગરબા રમતા સમયે યુવકનું મૃત્યુ 
  • અમદાવાદમાં પણ 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

Heart Attack News: બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાકમાં ગરબા રમતા રમતા 3 યુવકોના મૃત્યુ થયા છે. જેમાંથી 2 યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે, જ્યારે એક યુવકના મૃત્યુનું કારણ અકબંધ છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે.

No description available.

અમદાવાદમાં ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક
ગઈકાલે સુરતના હજીરામાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ હવે અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો.  બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.  આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.  

મૃતકઃ રવિ પંચાલ

કપડવંજમાં યુવકની ગરબા રમતી વખતે લથડી તબિયત
ખેડાના કપડવંજમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ખેડાના કપડવંજ ખાતે રહેતા વીર શાહ નામનો યુવક છઠ્ઠા નોરતે ગરબા રમી રહ્યો હતો, ત્યારે ગરબા રમતા રમતા અચાનક નાકમાંથી લોહી નીકળ્યું છે. જેથી વીર શાહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર અપાય તે પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું. એકના એક દિકરાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક છવાયો છે. 

 

મૃતકઃ વીર શાહ

સુરતમાં ગરબા રમતી વખતે ઢળી પડ્યો રાહુલ 
તો સુરતમાં પણ આવો જ બનાવ બન્યો છે. જ્યાં ગરબા રમતી વખતે અચાનક જ યુવક ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી સર્વોદય સોયાયટીમાં રાહુલ રાઠોડ નામનો યુવક ગઈકાલે રાત્રે ગરબા રમી રહ્યો હતો. તે દરમિયાન ગરબા રમતી વખતે રાહુલ અચાનક જ ઢળી પડ્યો હતો. જેથી તેને પરિવારજનો અને સોસાયટીના રહીશો સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. 

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before heart  attack

નવરાત્રી દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
નવરાત્રીમાં હાર્ટ એટેકના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં ગરબા રમવા જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો. બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું. તેમજ ઘરનો સ્વચ્છ ખોરાક લેવો. સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું અને નવરાત્રીના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો. પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો. જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો.

ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.

હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?
- ખાનપાનની આદત બદલવી
- લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
- જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
- શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
- પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
- મનને પણ શાંત બનાવવું
- ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ