બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Case of sexual harassment of students by the principal in Azamgarh district of Uttar Pradesh

ચોંકાવનારૂ / VIDEO : સ્કૂલમાં પ્રિન્સિપાલે છોકરા-છોકરીઓ પાસે પકડાવ્યો પ્રાઈવેટ પાર્ટ, બોલ્યો- 'જે ઉખાડવું હોય તે ઉખાડી લેજો'

Kishor

Last Updated: 10:50 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં આરોપી આચાર્ય અહેમદ બાળકોને તેનું લિંગ પકડી રાખવા મજબૂર કરતો હોવાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી છે.

  • ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાનો ચકચાર
  • આરોપી આચાર્ય અહેમદ બાળકોને તેનું લિંગ પકડી રાખવા કરતો હતો મજબૂર 
  • આચાર્ય 55 વર્ષીય આફતાબ અહેમદએ શિક્ષણ જગતને શર્મસાર કરતું કૃત્ય કર્યું

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના સિધારી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારની એક શાળાના શિક્ષકે વિચિત્ર હરકત કરતા ચકચાર મચી ગઈ છે. કટઘર ગામની શાળાના આચાર્ય 55 વર્ષીય આફતાબ અહેમદએ શિક્ષણ જગતને શર્મસાર કરતું કૃત્ય કર્યું છે.આ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. આરોપી પ્રિન્સિપાલ આફતાબ અહેમદ બાળકોને તેનું લિંગ પકડી રાખવા માટે મજબૂર કરતો હોવાની ફરિયાદ ઉઠી છે.

13 વર્ષીય અનુસૂચિત જાતિના વિદ્યાર્થી સાથે ગંદું કૃત્ય

આરોપી આફતાબ અહેમદ તેમના બાળકોને શાળામાં પોતાના પ્રાઈવેટ પાર્ટ્સ ખુલ્લા કરાવતો હોવાના પીડિત વિદ્યાર્થીઓના પરિવારજનોનો આરોપ લગાવી રહ્યા છે. વર્ષો અગાઉ પણ આરોપીએ આવું કૃત્ય કર્યું હતું. જોકે આ વેળાએ માફી માંગી લીધા બાદ મામલો થાળે પડી ગયો હતો. જોકે થોડા સમય પછી તેણે ફરીથી બાળકોનું યૌન શોષણ શરૂ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગઈકાલે 1 ઓક્ટોબરના રોજ, તેણે 13 વર્ષીય અનુસૂચિત જાતિના વિદ્યાર્થી સાથે ગંદું કૃત્ય કર્યું હતું.

આરોપી આફતાબ ગુસ્સે થઈ ગયો
બાદમાં હેબતાઈ ગયેલા વિદ્યાર્થીએ ઘરે આવીને તેની માતાને આખી કરતા માતા શાળાએ પહોંચ્યા બાદ આફતાબના કૃત્યથી અન્ય કેટલાય બાળકોના માતા-પિતા ત્યાં ઘસી આવ્યા હતા. જ્યાં હકીકત જાણતા તમામના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ દરમિયાન આરોપી આફતાબ ગુસ્સે થઈ ગયો હતો. જેને લાજવાને બદલે ગાજી માતા-પિતાને અશ્લીલ રીતે માર માર્યો હતો. બાદમાં પીડિત વિદ્યાર્થીઓના પરિવારજનોએ પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આફતાબ વિરુદ્ધ SC/ST અને POCSO એક્ટ સહિત IPCની કલમ 354, 294 અને 504 હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ